અમદાવાદ: ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસમાં ફેરફાર જોવા મળ્યો છે. વર્ષ 2015માં પાટીદાર આંદોલન થકી ઉભરી આવેલા યુવા નેતા હાર્દિક પટેલને કોંગ્રેસ પક્ષમાં સૌથી મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
વિધાનસભાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફેરફાર ગુજરાત કોંગ્રેસના માળખામાં ફેરફાર કરવામાં આવ્યા છે. યુવા નેતા તરીકે જાણીતા હાર્દિક પટેલને કોંગ્રેસ પક્ષમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્યારે અમિત ચાવડા પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષપદે યથાવત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત પક્ષ દ્વારા અન્ય ત્રણ જિલ્લામાં પ્રમુખ પદની વરણી કરવામાં આવી છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં પક્ષના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ પરમાર, સુરત જિલ્લાના પ્રમુખપદે આણંદ ચૌધરી જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ પદે યાસીન ગજનની નિમણૂંક કરવામાં આવી છે.જો કે વર્ષ 2015માં પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલનું મહત્વનું સ્થાન હતું. ત્યારબાદ ફરીએક વખત કોંગ્રેસપક્ષમાં સૌથી મોટી જવાબદારી હાર્દિક પટેલને મળી છે. તેવામાં વિધાનસભાની પેટાચૂંટણીમાં હાર્દિક કેટલો મદદરૂપ બને છે તે તો જોવું રહ્યું છે.