- હવામાન વિભાગે કરી આગાહી
- 25, 26 મે દરમિયાન કેરળમાં ચોમાસું બેસે તેવી શક્યતાઓ
- રાજ્યમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે
અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં સક્રિય થયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી શનિ-રવિવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. સાથે જ ડાંગ, તાપી, જૂનાગઢ અમરેલી ખાતે વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે અમદાવાદ વાસીઓએ ગરમીનો સામનો પણ કરવો પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં 42 ડિગ્રી સુધીની ગરમી પડતા લોકોને આકરી ગરમી સહન કરવાનો વારો આવશે.
![રાજ્યમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-02-havaman-update-video-rtu-story-7209520_07052021141456_0705f_1620377096_905.jpg)
આ પણ વાંચોઃ જૂનાગઢ હવામાન વિભાગે આગામી 1લી મે સુધી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી
15 જૂન સુધી ચોમાસું ગુજરાતમાં સક્રિય થતું હોય છે
આ વર્ષે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 26મીથી 29મી વચ્ચે કેરળમાં ચોમાસુ સક્રિય થાય તેવી શક્યતાઓ બાદ ત્યાર પછીના એક અઠવાડિયા બાદ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતી હોય છે અને 15 જૂન સુધી ચોમાસું ગુજરાતમાં સક્રિય થતું હોય છે. આ વર્ષે પણ દર વર્ષની જેમ નિર્ધારિત સમય પ્રમાણે જ રાજ્યમાં 15 જૂન આસપાસ વરસાદ થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ધાનેરામાં કમોસમી વરસાદ પડતા લોકોમાં ચિંતા