અમદાવાદ: ગુજરાતમાં 2022 વિધાનસભાની ચૂંટણીઓ(Gujarat Assembly elections of 2022) ડિસેમ્બર મહિનામાં યોજાવા જઇ રહી છે. તે પહેલા જ ભાજપ દ્વારા આ ચૂંટણીમાં ભવ્ય વિજય(BJP Victory in Gujarat Elections) મેળવવા માટે નાના કાર્યકરથી માંડીને કેન્દ્રીય સ્તરે નેતાઓ સક્રિય થઇ ચુક્યા છે. ઉત્તર પ્રદેશમાં વિજય બાદ તેમનો ટાર્ગેટ ગુજરાત છે. કેન્દ્રીય નેતાઓ સતત ગુજરાત(Central leaders constantly visits Gujarat) આવી રહ્યા છે. વિવિધ કાર્યક્રમો, વિકાસ કાર્યોના લોકાર્પણ(Dedication of development works) અને ખાતમૂહૂર્ત યોજાઈ રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભાજપ મોદી મોજિકના સહારે, આ કારણોસર રાજ્યમાં કોઈ જોખમ નહીં લે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી - ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ બાદ વડાપ્રધાનની ગુજરાત મુલાકાત વધી છે. 10 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના ગુજરાત મુલાકાતે હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ(BJP state president) CR પાટીલના લોકસભા મતક્ષેત્ર નવસારીમાં તેમણે લાખોની જનમેદનીને સંબોધન કર્યું. કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું. ત્યારબાદ તેઓ અમદાવાદમાં ઇસરોના ઈન સ્પેસ સેન્ટરનું(ISRO INSPACE Center in Ahmedabad) પણ ઉદ્ઘાટન કર્યું. તેમણે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના વખાણ કર્યા. તેઓ 18 જૂને ગુજરાતના વડોદરાની મુલાકાતે આવવાના છે. જ્યાં મહાકાળી માતાના મંદિર પાવાગઢ દર્શને જવાનું છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ - કેન્દ્રીય ગૃહ પ્રધાન(Union Home Minister) અમિત શાહ આમ તો તહેવારોમાં ગુજરાત આવે જ છે. પોતાના લોકસભા મતક્ષેત્ર ગાંધીનગરમાં વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ દેખરેખ રાખે છે. તેઓ પણ 10 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઈન સ્પેસ સેન્ટરનાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. 11 જૂનના રોજ દીવ ખાતે પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની(West Zonal Council) બેઠક, દીવ ભાજપની કાર્યસમિતિની બેઠક(BJP working committee meeting) અને જાહેર સભા જેવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમન - કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન 9 જૂનના રોજ ગુજરાતના ગાંધીનગરની મુલાકાતે હતા. આઝાદી ક અમૃત મહોત્સવ અંતર્ગત તેમણે મહાત્મા મંદિર ખાતે જાહેર સાહસોનો દેશના વિકાસમાં ફાળા અંગે વિગતવાર વાત કરી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાહેર સાહસોને ગિફ્ટ સિટીમાં ઓફિસ સ્થાપવા આમંત્રણ આપ્યું હતું.
ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ - ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ 10 જૂને ગાંધીનગરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્ટરપ્રેન્યોર કોનવોકેશન(Indian Institute of Entrepreneur Convocation) કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભાથી ચૂંટાયેલા છે. જ્યાંથી એક સમયે આનંદીબેન ચૂંટણી લડતા હતા. આનંદીબેન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર બને તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટો થઈ રહ્યો છે; જાણો બનાસકાંઠામાં શું થશે?
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની - કેન્દ્રીય બાળ અને મહિલા વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની બે દિવસ કચ્છના પ્રવાસે છે. ત્યાંથી સ્થાનિક કાર્યકરો ઉપસ્થિત રહેશે.
અન્ય કેન્દ્રીય વ્યક્તિઓ - આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલા ગુજરાતના જ છે. કેન્દ્ર સરકારના આઠ વર્ષ પૂરાં થયેલા ઉપલક્ષમાં તેઓ ગુજરાતમાં જુદા-જુદા જિલ્લામાં સભાઓ કરી હતી. ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષાશક્તિ યુનિવર્સિટીની મુલાકાતે આવી ચૂક્યા છે.