અમદાવાદ: કેન્દ્રીય આરોગ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલની આગેવાની હેઠળની ટીમ અમદાવાદમાં આરોગ્ય કમિશનર, મ્યૂનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસ અંગેની સ્થિતિની માહિતી મેળવવામાં આવશે.
ઉપરાંત બેઠક બાદ કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ કન્ટેનમેન્ટ ઝોન અને ધનવંતરી રથની મુલાકાત લેશે. સાથે જ શહેરની હોસ્પિટલની પણ કેન્દ્રની ટીમ મુલાકાત કરે તેમ માનવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે પણ બેઠક કરશે તેમ માનવામાં આવી રહ્યું છે.