અમદાવાદ: 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિન છે. ત્યારે સમગ્ર દેશમાંથી અને વિદેશમાંથી પણ તેમના જન્મદિનને લઈને શુભકામનાઓનો ધોધ વહી રહ્યો છે. તેમના જન્મ સ્થાન અને કર્મભૂમિ ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી સહિત અનેક લોકોએ તેમને જન્મદિનની શુભકામનાઓ પાઠવી છે.
17 સપ્ટેમ્બર, 1950 માં તેમનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં થયો હતો. તેમના જીવન અને કારકિર્દીને લઇને અનેક પુસ્તકો પણ લખાઈ ચુક્યા છે. વડનગરના રેલવે સ્ટેશન પર ચા વેચવાથી લઈને, યુવાવસ્થામાં તેમનો હિમાલય પ્રવાસ, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર તરીકે જોડાવવું, ગુજરાતના મુખ્યપ્રધાન બનવું અને હવે તેઓ દેશના વડાપ્રધાન પદે છે.