અમદાવાદઃ 7 મે, 2019ના રોજ એક ખાનગી ન્યૂઝ પોર્ટલ પર મનસુખ માંડવીયાને હાઇકમાન્ડનું તેંડુ, ગુજરાતની સત્તા બદલાય તેવી શક્યતા સાથેની હેડલાઈનથી વિગતવાર સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યાં હતાં. જે બાદ વેબપેજથી અલગ અલગ સોશિયલ મીડિયામાં સમાચાર વહેતાં કરવામાં આવ્યાં હતાં.
સારાંશમાં ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે અને હાલના મુખ્યપ્રધાન નિષ્ફળ ગયાં છે. જેને લઈને વડાપ્રધાનના વિશ્વાસુ તરીકે છાપ ધરાવતા મનસુખ માંડવીયાને દિલ્હી ભાજપ હાઇકમાન્ડનું તેડું આવ્યું છે. આવા સમાચાર છપાયા હતાં.
આ બાબતે હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીના સમયમાં રાજ્યમાં અસ્થિરતા પેદા થાય અને સામાન્ય પ્રજામાં ભય અને અસ્થિરતાનું વાતાવરણ પેદા થાય તેવું કૃત્ય કરવા બદલ ખાનગી પોર્ટલ પર સમાચાર પ્રસિદ્ધ કરનાર લેખક ધવલ રજનીકાંત પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ ધવલ પટેલની અટકાયત કરવામાં આવી છે.