અમદાવાદ: PSIની સીધી ભરતી(PSI Recruitment Exam) પ્રક્રિયામાં આ વિવાદને લઈને આજે હાઈકોર્ટમાં વધુ સુનાવણી(Hearing in the High Court Ahmedabad) હાથ ધરાઈ હતી. જેમાં હાઇકોર્ટે કેસની ગત સુનાવણીમાં રાજ્ય સરકારને પોતાનો જવાબ રજૂ કરવા માટે અને પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે કહ્યું હતું. પરંતુ હજી પણ એમાં રાજ્ય સરકાર સ્પષ્ટના હોવાના લીધે આજે રાજ્ય સરકારે આજના દિવસમાં જવાબ રજૂ કરવા માટે બાહેંધરી આપી છે.
આ પણ વાંચો: શું હવે PSIની ભરતી પ્રક્રિયામાં પણ ગોટાળો....!
સુનાવણી દરમિયાન સરકારનુ કેહવું હતું કંઈક આવું - સમગ્ર સુનાવણી દરમિયાન સરકારે કહ્યું કે, 12 અને 19 જૂનના રોજ રોજ PSIની પરીક્ષા લેવાનાર છે. આ દરમિયાન 5 તારીખથી પરીક્ષા માટેના એડમિટ કાર્ડ પણ પાંચ જૂનથી ડાઉનલોડ કરી શકાશે. આ બાબતમાં મહત્વનું એ છે કે PSIની પરીક્ષાનું પરિણામ જાહેર થતા જ તેને લઈને ઘણા બધા ઉમેદવારોમાં અસંતોષ(Candidates dissatisfied with PSI Exam) જોવા મળ્યો હતો. જેને લઇને સો જેટલા ઉમેદવારો હાઈ કોર્ટ પહોંચ્યા હતા.
હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી - આ હાઇકોર્ટ સમક્ષ કરેલી અરજીમાં ઉમેદવારે(Candidate for PSI exam) જણાવ્યું હતું કે, દરેક કેટેગરીના પાસ થયેલા ઉમેદવારોના ત્રણ ગણા ઉમેદવારોને બોલાવવામાં નિયમનું પાલન થયું નથી. આ સાથે સાથે કુલ જગ્યાની સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. એવી પણ અરજદાર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: PSI Exam Scam: LRD - PSIની ભરતી કરાવી આપવાનું કૌભાંડ, બંટી બબલીની ધરપકડ
આર્મીમેનને પણ આ ભરતી પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવ્યો - સાથે એ પણ અરજીમાં ઉલ્લેખ હતો કે, GPSC પેટર્ન પ્રમાણે જે તે કેટેગરી પ્રમાણે એટલે કે ST, SC, OBC(Other Backward Class) અને બિન અનામત વર્ગના ઉમેદવારોને(Non Reserved Class Candidates) કેટેગરી અનુસાર કુલ જગ્યા ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવો જોઈએ પરંતુ એમાં આવું કોઈ નિયમ લાગુ કરાયો નથી. PSIની ભરતીના વિવાદનો મામલો વધારે ત્યારે ઉઠ્યો હતો કે જનરલ કેટેગરીની બેઠકો જ ઓછી કરી દેવાઈ હતી અને સાથે એક આર્મીમેનને પણ આ ભરતી પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવતા અન્ય મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે હવે 3 જૂનના રોજ આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે.