ETV Bharat / city

HCએ AMOS કંપનીના ડિરેક્ટરને આપ્યો ઝટકો, કહ્યું- ડાયરેક્ટ અમારી પાસે ન આવો

બોટાદ ચકચારી લઠ્ઠાકાંડ મામલે હવે SIT AMOS કંપનીના માલિક અને તેના ભાગીદારના ઘરે સર્ચ ઓપરેશન કરી રહી છે. તેવામાં હવે AMOS કંપનીના માલિકે ધરપકડથી બચવા માટે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન (Sameer Patel anticipatory bail application) કરી હતી. જોકે, ગુજરાત હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. સાથે જ હાઈકોર્ટે અરજદારને સૌપ્રથમ બોટાદ કોર્ટમાં જવાનો આદેશ આપ્યો હતો.

HCએ AMOS કંપનીના ડિરેક્ટરને આપ્યો ઝટકો, કહ્યું- ડાયરેક્ટ અમારી પાસે ન આવો
HCએ AMOS કંપનીના ડિરેક્ટરને આપ્યો ઝટકો, કહ્યું- ડાયરેક્ટ અમારી પાસે ન આવો
author img

By

Published : Aug 3, 2022, 1:02 PM IST

Updated : Aug 3, 2022, 2:49 PM IST

અમદાવાદઃ બોટાદ ચકચારી લઠ્ઠાકાંડ મામલાની (Botad Latha Kand Case) તપાસ કરવા માટે SITની રચના કરવામાં આવી છે. ત્યાર SITની ટીમ કેમિકલ કંપની AMOSના માલિક સમીર પટેલ (AMOS Company Owner Sameer Patel) અને તેના પાર્ટનરના ઘરે સર્ચ ઓપરેશન (SIT Search Operation) કરી રહી છે. તેવામાં સમીર પટેલે ધરપકડથી બચવા માટે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જોકે, હાઈકોર્ટે તેમની આ અરજી ફગાવી (Gujarat HC rejects Sameer Patel Anticipatory Bail Application) દીધી છે.

HCએ બોટાદ કોર્ટમાં અરજી કરવા કહ્યું - બોટાદ લઠ્ઠાકાંડમાં ઝેરી કેમિકલ વપરાયું હોવાનું સામે આવ્યું હતું. આ લઠ્ઠાકાંડમાં ઉપયોગમાં લેવાયેલું કેમિકલ AMOS કંપનીમાંથી ચોરી થયું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે AMOS કંપનીના માલિક સમીર પટેલને અગાઉ સમન્સ પાઠવ્યું તેમ છતાં તેઓ પોલીસ સ્ટેશને હાજર થતા નહતા. ત્યારે હવે સમીર પટેલે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જોકે, હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. સાથે જ તેમને આદેશ આપ્યો હતો કે, તેઓ સૌપ્રથમ તો આગોતરા જામીન માટે બોટાદ સેશન્સ કોર્ટમાં (Botad Sessions Court) અરજી કરે. બીજી તરફ સરકારે પણ સમીર પટેલની આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જોકે, અરજદારે પોતાની આગોતરા જામીન અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, આ કેસમાં તેમની કોઈ ભૂમિકા નથી.

કોર્ટ અરજી ફગાવી - બીજી તરફ સરકાર તરફથી આ અરજીનો વિરોધ કરતા રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર શા માટે સીધા હાઈકોર્ટમાં આવ્યા છે. તેમને પહેલા બોટાદ સ્ટેશન કોર્ટમાં (Botad Sessions Court) આ આગોતરા જામીન અરજી કરવી પડે. આ કેસની તપાસ ચાલી રહી છે. અરજદારને પૂછપરછ માટે પોલીસે સમન્સ પાઠવેલું છે. તેમ છતાં તેઓ હાજર રહ્યા નથી, જેથી આ આગોતરા જામીન અરજીને ફગાવવામાં આવે છે.

કંપનીમાંથી કેમિકલની થઈ હતી ચોરી - લઠ્ઠાકાંડ માટે (Botad Latha Kand Case) AMOS કંપનીમાંથી કેમિકલની ચોરી થઈ હતી. સમીર પટેલ આ જ કંપનીના માલિક (AMOS Company Owner Sameer Patel) છે. 2 વાર સમન્સ પાઠવ્યા છતાં પણ સમીર પટેલ હાજર ન રહેતા, તેમને SITએ તેમના નામની લુકઆઉટ નોટિસ જારી કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી આગોતરા જામીન (Sameer Patel anticipatory bail application) અરજીમાં રજૂઆત કરાઈ છે કે, તેઓ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને તેમની કંપનીમાંથી ચોરાયેલા કેમિકલ અંગે તેમને જાણ નથી. તો હવે આ સમગ્ર મામલે 2 દિવસ પછી સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો- લઠ્ઠાકાંડ બાદ પણ પોલીસ 'જૈસે થે'ની સ્થિતિમાં, ક્યાંક તપાસ તો ક્યાંય હપ્તાખોરી

4 સંચાલકો સામે લૂકઆઉટ નોટિસ જાહેર - પોલીસે ઝેરી કેમિકલ કાંડ મામલે (Botad Latha Kand Case) અમદાવાદની AMOS કંપનીના 4 સંચાલકો સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરી છે. પોલીસે તેમને સમન્સ પાઠવ્યું હતું. તેમ છતાં સમીર પટેલ સહિત 4 ડિરેક્ટર પોલીસ સ્ટેશને હાજર રહ્યા નહતા. ને હવે કંપનીના માલિક સમીર પટેલે (AMOS Company Owner Sameer Patel) ગુજરાત હાઈકોર્ટની શરણ લીધી છે. લઠ્ઠાકાંડ બાદ AMOS કંપનીના માલિક સમીર પટેલ દિલ્હી પહોંચી ગયા હતા અને સુપ્રીમ કોર્ટના વકીલની સલાહ લેવા માટે ગયા હતા એવા બાબત પણ સામી આવી હતી.

આ પણ વાંચો- શું સરકાર હવે કેમિકલ કાંડના દર્દીઓને જ બનાવશે કેસને ઉકેલવાની કડી!

સમન્સ પાઠવવા છતાં હાજર ન રહ્યા - મિથાઈલ કેમિકલ કાંડ (Botad Latha Kand Case) માટે પોલીસે ઉદ્યોગપતિ અને AMOS કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સમીર પટેલ તથા તેમની કંપનીના 3 ડિરેક્ટરને લૂકઆઉટ નોટિસ ફટકારી છે. દેશ છોડીને ભાગી ન જાય તે હેતુથી લુકઆઉટ નોટિસ જાહેર કરી કાર્યવાહી શરૂ કરવામાં છે અને દેશના તમામ એરપોર્ટ પર આ અંગેની જાણકારી આપી દેવામાં આવી છે. તો બરવાળા પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે સમીર પટેલ સહિત ચારેય ડિરેક્ટરોને સમન્સ પાઠવવામાં આવ્યુ હતું. તેમ છતાં તેઓ હાજર થયા નહતા. જોકે, હવે તેઓ હાજર નહીં થાય તો તેમની વિરુદ્ધ વોરન્ટ ઈશ્યુ કરાશે.

Last Updated : Aug 3, 2022, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.