અમદાવાદ: હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (BJP state president CR Patil) જણાવ્યું હતું કે, આવા પેપર લીક થાય તે માટે દરેક પાર્ટીઓને હક છે કે તેઓ વિરોધ કરે પરંતુ તેમને સત્યાગ્રહ છાવણીની જગ્યાએ કમલમ આવીને ખોટો વિરોધ કર્યો હતો. વિરોધ કરવાની એક રીત હોય ત્યારે આ પ્રકારની ઘટનાને હું વખોડી કાઢુ છું.
પેપર લિકમાં કોઈ પણ ગુનેગારને છોડવામાં નહિ આવે
જ્યારે બીજી વાર આ પ્રકારની ઘટના ન ઘટે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. પેપર લિકમાં કોઈ પણ ગુનેગારને છોડવામાં નહિ આવે. અત્યાર સુધી 14 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ સી.આર પાટીલે અસિત વોરાની તારીફ કરતા નજરે આવ્યા હતા જેમાં તેમણે જણાવ્યું હતું કે, અસિત વોરા પાર્ટીના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. પરંતુ જો તેમની પણ પેપર લિકમાં સંડોવણી હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ફ્રેબ્રુઆરીમાં પરીક્ષા લેવામાં આવશે
ફ્રેબ્રુઆરીમાં જે પરીક્ષા લેવામાં આવશે તેમાં 10 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. તે વખતે તેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે પેપર લીક મામલે હાલમાં તપાસ ચાલી રહી છે અને હજુ પણ જેટલા આરોપીઓ સંડોવાયેલા હશે તે તમને કડક સજા કરવામાં આવશે તેમાંથી કોઈને પણ છોડવામાં નહિ આવે તે ભલે કોઈ પણ હોય.
આ પણ વાંચો: GSSSB Head Clerk Paper Leak 2021: મુખ્ય આરોપી જયેશ પટેલ સહિત વધુ 3 આરોપીની અટકાયત
આ પણ વાંચો: GSSSB Head Clerk Exam Cancelled 2021 : 70 પરીક્ષાર્થીઓ જેલ જશે, 30 લાખ જપ્ત, માર્ચમાં ફરી પરીક્ષા