ETV Bharat / city

ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે અમદાવાદમાં સી.આર.પાટીલની રેલી યોજાશે - ગુજરાત ચૂંટણી સમાચાર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને શુક્રવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ત્યારે પ્રચારના છેલ્લા દિવસે અમદાવાદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી અમદાવાદમાં ભાજપનો ગઢ ગણાતા પૂર્વ વિસ્તારનાં 17 વોર્ડમાંથી પસાર થશે.

ચૂંટણી પ્રચારનાં છેલ્લા દિવસે અમદાવાદમાં સી.આર.પાટીલની રેલી યોજાશે

author img

By

Published : Feb 19, 2021, 10:21 AM IST

  • પ્રચારના અંતિમ દિવસે અમદાવાદમાં ભાજપનો ધૂમ પ્રચાર
  • સી.આર.પાટીલની વિશાળ રેલી 17 વોર્ડમાંથી પસાર થશે
  • 30 જગ્યાએ ભાજપ પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરાશે

અમદાવાદ: 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાશે. પ્રચારના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની રેલી અમદાવાદ શહેરમાં યોજાશે. આ રેલી સવારે અમદાવાદના નરોડા ખાતેથી શરૂ થશે. જેની પૂર્ણાહુતિ અમદાવાદના ખાડિયા ખાતે આવેલા કામનાથ મહાદેવ મંદિર પાસે થશે. રેલી 17 જેટલા વોર્ડમાંથી પસાર થશે. આ ઉપરાંત 30 જેટલી જગ્યાએ સ્વાગત કરવામાં આવશે.

ભાજપના હજારો કાર્યકરો રેલીમાં જોડાશે

આ વિશાળ રેલીમાં ભાજપના હજારો કાર્યકરો બાઇકો સાથે જોડાશે. રેલીની શરૂઆત પહેલા નરોડા ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સંબોધન કરશે. આ રેલી કુબેરનગર બજાર, સૈજપુર, હીરાવાડી રોડ, દિનેશ ચેમ્બર, બાપુનગર ચાર રસ્તા, શારદાબેન હોસ્પિટલ, સરસપુર ચાર રસ્તા, અસારવા ચકલા, દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, કાલુપુર રેલવે સ્ટેશન અને રાયપુર ચકલા થઈને ખાડિયા પહોંચશે. આમ કોંગ્રેસનો ગઢ ગણાતા પૂર્વ વિસ્તારમાં ભાજપ શક્તિ પ્રદર્શન કરશે.

ચૂંટણી પ્રચારનાં છેલ્લા દિવસે અમદાવાદમાં સી.આર.પાટીલની રેલી યોજાશે
આજે સી.આર.પાટીલ ત્રણ અલગ સ્થળે પ્રચારમાં ભાગ લેશે આ વિશાળ રેલી ગુજરાતની 07 વિધાનસભામાંથી પસાર થવાની છે. ત્યારે આ રેલીમાં ભારતીય જનતા પાર્ટીના અમદાવાદના સાંસદો, ધારાસભ્યો, ઉમેદવારો, હોદ્દેદારો વગેરે મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેશે. રેલીની પૂર્ણાહુતિ બપોરે થશે. સી.આર.પાટીલ સાંજે કરમસદ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલના વતને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા જશે. ત્યારબાદ તેઓ આણંદ ખાતે જાહેર સભાને સંબોધન કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.