ETV Bharat / city

પ્રદેશ ભાજપે કોરોનાકાળમાં લોકોને મદદ કરવા હેલ્પલાઇન શરૂ કરી - corona virus

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પ્રદેશ ભાજપના પદાધિકારીઓ અને અગ્રણી કાર્યકરો સાથે ઓનલાઇન મીટીંગ યોજી હતી. ભાજપ યુવા મોરચા દ્વારા તેના ત્વરિત પગલાં રૂપે ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે આજે સોમવારે કોવિડ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

પ્રદેશ ભાજપે કોરોનાકાળમાં લોકોને મદદ કરવા હેલ્પલાઇન શરૂ કરી

author img

By

Published : Apr 19, 2021, 7:18 PM IST

  • ભાજપ યુવા મોરચાની પહેલી
  • મદદ માટે હેલ્પલાઇન નંબર 079 232 76 944 જારી કર્યા
  • પ્રદેશ મહામંત્રી રજની પટેલના હસ્તે હેલ્પ ડેસ્કનું ઉદ્ઘાટન

અમદાવાદઃ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પ્રદેશ ભાજપના પદાધિકારીઓ અને અગ્રણી કાર્યકરો સાથે ઓનલાઇન મીટીંગ યોજી હતી. ભાજપ યુવા મોરચા દ્વારા તેના ત્વરિત પગલાં રૂપે ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે આજે સોમવારે કોવિડ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેનું ઉદઘાટન ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલે કર્યું હતું.

પ્રદેશ ભાજપે કોરોનાકાળમાં લોકોને મદદ કરવા હેલ્પલાઇન શરૂ કરી

આ પણ વાંચોઃ અમે કાયદેસર રીતે જ રેમડેસીવીર ઈન્જેક્શન મેળવ્યા છેઃ સી. આર. પાટીલ

જરૂરિયાતમંદ લોકો માટે ઉપયોગી હેલ્પલાઇન

પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, જે પણ જિલ્લાના જરૂરિયાતમંદ લોકોનો ફોન ભાજપની હેલ્પલાઇન પર આવશે, તેની સમસ્યા જે-તે જિલ્લાને ફોરવર્ડ કરીને તેની સમસ્યાનું સમાધાન લવાશે. ભાજપના યુવા કાર્યકરો આ કામ કરવા તત્પર છે.

'નમો કોવિડ કેર આઇસોલેશન સેન્ટર' ઉભુ કરાશે

ગુજરાતના દરેક તાલુકામાં 'નમો કોવિડ કેર આઇસોલેશન' સેન્ટર ઉભુ કરાશે. જેમાં 15થી 20 જેટલા બેડ હશે. કોરોનાના માઈલ્ડ લક્ષણો ધરાવતા દર્દીઓ આઇસોલેટ થઈ શકે. તે માટેની તમામ સુવિધા તેમાં હશે. આ સાથે જ 20થી 30 એપ્રિલ દરમિયાન ભાજપ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. 27 એપ્રિલે રાજ્યના દરેક જિલ્લા અને તાલુકાઓમાં બ્લડ અને પ્લાઝ્મા ડોનેશન કેમ્પ યોજાશે. પ્લાઝ્મા ડોનરની યાદી તૈયાર કરાશે. આ ઉપરાંત જે-તે જિલ્લામાં ઉપલબ્ધ કોવિડ હોસ્પિટલ અને ખાલી બેડની માહિતી, કોરોના દર્દીઓ તેમજ હોસ્પિટલની બહાર રહેતા તેમના પરિવારજનો માટે ભોજન વ્યવસ્થા, ઓક્સિજન વ્યવસ્થા અંગે પણ માહિતી અપાશે.

આ પણ વાંચોઃ રેમડેસીવીરની રાજનીતિઃ પાટીલનો દાવો, રાજ્ય સરકારે ઈન્જેક્શન માટે કોઈ મદદ કરી નથી

માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ

પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બુથ લેવલ પર ચારથી પાંચ કાર્યકર્તાઓની ટીમ ઘરે-ઘરે જઈને માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરાશે. રસીકરણ વધારવા માટે 45 અને તેથી વધુ ઉંમરના લોકોને ભાજપના યુવા કાર્યકર્તાઓ રસીકરણ સેન્ટર સુધી લઈ જશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.