ETV Bharat / city

JP નડ્ડાએ નમો કિસાન પંચાયતમાં ઈ બાઈકનું કરાવ્યું પ્રસ્થાન, ગણાવી ભાજપની સિદ્ધિઓ - agricultural schemes in india

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા (BJP National President JP Nadda) આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે (JP Nadda Gujarat Visit) છે. ત્યારે આજે સવારે તેમણે ગાંધીનગરમાં નમો કિસાન પંચાયત અંતર્ગત ઈબાઈકનું પ્રસ્થાન (Namo Kisan Panchayat E Bike ) કરાવ્યું હતું.

JP નડ્ડાએ નમો કિસાન પંચાયતમાં ઈ બાઈકનું કરાવ્યું પ્રસ્થાન, ગણાવી ભાજપની સિદ્ધિઓ

author img

By

Published : Sep 20, 2022, 10:16 AM IST

ગાંધીનગર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ (BJP National President JP Nadda) 2 દિવસીય ગુજરાત પ્રવાસની શરૂઆત (JP Nadda Gujarat Visit) ગાંધીનગરથી કરી હતી. અહીં તેમણે આજે સવારે ગાંધીનગરના નભોઈથી નમો કિસાન અંતર્ગત ઈ બાઈકનું પ્રસ્થાન (Namo Kisan Panchayat E Bike) કરાવ્યું હતું. રાજ્યની 143 બેઠકો પર ભાજપ નમો કિસાન પંચાયત કરશે. જ્યારે 14,200 ગામડાઓને આ પંચાયતમાં આવરી લેવાશે. આ સાથે જ મિશન 182નો પાયો મજબૂત કરવા માટે ભાજપનો કિસાન મોરચો મેદાને ઉતર્યો છે.

ગુજરાતની જનતા જાણે છે કોણે વિકાસ કર્યો છે આ પ્રસંગે તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે, કેટલાક નેતાઓએ ખેડૂતોના નેતા સાબિત થવાના પ્રયાસો કર્યા છે, પરંતુ ગુજરાતની જનતા જાણે છે કે, ગુજરાતનો વિકાસ કોણે કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) તમામ રીતે ખેડૂત અને ખેતીના ઉત્થાન માટે કાર્યો કર્યા છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાથી (Pradhan Mantri Garib Kalyan Anna Yojana) 80 કરોડ લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ખેડૂતોના બજેટમાં 6 ગણો ઉછાળો આવ્યો છે. ગુજરાત સરકારે ખેડૂતોને વ્યાજમુક્ત લોન આપી છે.

ભાજપની સિદ્ધિઓ ગણાવી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે (BJP National President JP Nadda) ખેડૂતો માટે કરેલા કામની સિદ્ધિઓ ગણાવી હતી. અહીં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત 15,00,000 ખેડૂતોને વ્યાજફ્રી લોન આપવામાં આવી છે. આ સાથે જ 32,000 ખેડૂતોને અમે ટ્રેક્ટર ખરીદવામાં મદદ કરી છે. અહીં દોઢ લાખ ચેકડેમ બનાવવામાં (agricultural schemes in india ) આવ્યા છે. ભાજપ ખેડૂતોના દુઃખને સમજીને તેને હટાવવાનું કામ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.