ETV Bharat / city

ગુજરાતમાં નક્કી થશે રાષ્ટ્રપતિ પદની વ્યુહરચના, આવતીકાલે  ભાજપના વિધાયક દળની બેઠક - ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી

ગાંધીનગરમાં આવતીકાલે મુખ્યપ્રધાન નિવાસસ્થાને (Chief Minister Residence in Gandhinagar) ભાજપના ધારાસભ્ય દળની બેઠક (BJP MLA Party Meeting ) બોલાવી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીઓ આવતા મહિને યોજાવાની છે. ઓરિસ્સાના દ્રૌપદી મૂર્મૂ રાષ્ટ્રપતિ પદ માટે સત્તાધારી પક્ષના ઉમેદવાર છે. જે સંદર્ભમાં આ બેઠક બોલાવવામાં આવી છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને આવતીકાલે ભાજપના વિધાયક દળની બેઠક

author img

By

Published : Jun 22, 2022, 7:08 PM IST

અમદાવાદ: ગઈકાલે વિરોધ પક્ષો બાદ NDA દ્વારા પોતાના રાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર જાહેર કરી દેવાયો છે. ઓરિસ્સાના દ્રૌપદી મૂર્મૂ રાષ્ટ્રપતિ પદ માટે સત્તાધારી પક્ષના ઉમેદવાર છે. રાષ્ટ્રપતિની ચૂંટણીઓ(Presidential Election) 18 જુલાઈએ યોજાનાર છે. જે સંદર્ભમાં ભાજપના શીર્ષસ્થ નેતૃત્વએ આવતીકાલે મુખ્યપ્રધાન નિવાસસ્થાને ગાંધીનગરમાં(Chief Minister Residence in Gandhinagar) ભાજપના ધારાસભ્ય દળની બેઠક(BJP MLA Party Meeting) બોલાવી છે.

ઓરિસ્સાના દ્રૌપદી મૂર્મૂ રાષ્ટ્રપતિ પદ માટે સત્તાધારી પક્ષના ઉમેદવાર છે. જે સંદર્ભમાં આ બેઠક બોલાવવામાં આવી છે.

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ શિવ મંદિરમાં કરી સફાઈ

બેઠકમાં કોણ-કોણ રહેશે હાજર - એક તરફ કોંગ્રેસે ગુજરાતના પોતાના તમામ ધારાસભ્યો અને સાંસદોને રાહુલ ગાંધીના સમર્થનમાં EDનો વિરોધ કરવાના બહાને દિલ્હી બોલાવી લીધા છે. બીજી તરફ આવતીકાલે સાંજે શાસકપક્ષ ભાજપે પોતાના ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. તેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ(BJP state president) CR પાટીલ, વિધાનસભાના તમામ ધારાસભ્યો, તમામ ભાજપના સાંસદો અને પ્રધાનો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી(BJP National General Secretary) તરુણ ચુગ અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ પણ ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં કોણ ભાગ લઈ શકે ? - રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના તમામ ચૂંટાયેલા સાંસદો, ઉપરાંત દરેક વિધાનસભાના ધારાસભ્યો ભાગ લે છે. ભાજપ દ્વારા પોતાના ધારાસભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં મતદાન અંગે સૂચનો અને કામગીરીથી માહિતગાર કરવા માટે બેઠક બોલાવાઈ છે. ગુજરાતમાં વિધાનસભાના ચોથા માળે મતદાન યોજાશે.

આ પણ વાંચો: Presidential election 2022 : એનડીએ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની કરાઇ જાહેરાત...

આ વખતે શું બદલાવ ? - રાષ્ટ્રપતિની ચૂંટણીના બહાર પડાયેલા જાહેરનામા પ્રમાણે સંસદ સભ્યો નવી દિલ્હીમાં પોતાનો મત આપે તે ઇચ્છનીય છે. તેવી જ રીતે વિધાનસભાના સભ્યો પોતાના રાજ્યની વિધાનસભા ખાતે પોતાનો મત આપે. પરંતુ અનિવાર્ય સંજોગોમાં સંસદ સભ્યો કોઈપણ રાજ્ય / દિલ્હી /પુડ્ડુચેરીમાં આયોજીત કોઈ પણ મતદાન કેન્દ્ર પર જઈને મત આપી શકે છે. તેવી જ રીતે, ધારાસભ્યો પણ પોતાના રાજ્યની વિધાનસભા સિવાય સંસદ ભવન, નવી દિલ્હી અને અન્ય રાજ્યની વિધાનસભા ખાતે પોતાનો મત આપી શકે છે.પરંતુ, તે માટે સંસદ સભ્યો અને ધારાસભ્યોએ રિટર્નિંગ ઓફિસર, આસિસ્ટન્ટ રિટર્નિગ ઓફિસર પાસે ઉપલબ્ધ નિયત નમૂના મુજબ અથવા ચૂંટણી પંચની વેબસાઇટ www.eci.gov.in ઉપરથી ડાઉનલોડ કરીને મતદાનની તારીખથી 10 દિવસ અગાઉ રજૂ કરવાનું રહે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.