- મોરવા હડફ મતવિસ્તારના ધારાસભ્ય મનીષા સુથારને હાઈકોર્ટનો સમન્સ
- કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ હાઈકોર્ટમાં કરી હતી અરજી
- નિમિષા સુથારનો જાતિનો દાખલો ખોટો હોવા અંગે કરાઈ હતી ફરિયાદ
અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે 5 જુલાઇએ ભારતના ચૂંટણી પંચની સાથે મોરવા હડફ મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય નિમિષા સુથારને સમન્સ બહાર પાડ્યો છે. આ બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ ભાજપના ધારાસભ્યનું અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર ખોટું હોવાને લઇને તે પડકારતી અરજી કોર્ટમાં દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મોરવા હડફ વિસ્તારની બેઠક ઉપર અગાઉના ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન તેમનું મોત નિપજતા પેટાચૂંટણીમાં નિમિષા સુથાર ચૂંટણી જીત્યા હતા.
આ પણ વાંચો: પંચમહાલના મોરવા હડફના ગામડામાં કોરોનાને રોકવામાં તંત્ર નિષ્ફળ
શું છે સમગ્ર મામલો?
ગત એપ્રિલ માસમાં મોરવા હડફ મતવિસ્તારની પેટા ચૂંટણી યોજાતા નિમિષા સુથાર 45,600 મતથી જીત્યા હતા, પરંતુ તેમના જાતિના પ્રમાણપત્રને લઈને સુરેશ કટારાએ હાઇકોર્ટમાં ફરિયાદ કરતા હાઇકોર્ટે ઇલેક્શન કમિશન સહિત ધારાસભ્ય નિમિષા સુથારને સમન્સ પાઠવ્યો છે. આ માટે નિમિષા સુથાર 2જી ઓગસ્ટ સુધીમાં કોર્ટમાં હાજર થવું પડશે. ઉલ્લેખનીય છે કે, પંચમહાલ જિલ્લામાં આવેલા મોરવા હડફનો મત વિસ્તાર અનુસૂચિત જનજાતિના સભ્ય માટે આરક્ષિત છે.
આ પણ વાંચો: મોરવા હડફ પેટા ચૂંટણીમાં ભાજપની જીત