ETV Bharat / city

વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ પર ભાજપ મહિલા મોર્ચાએ પુષ્પાંજલિ અર્પણ કરી - Ahmedabad BJP

ભારતમાં કદાચ જ કોઈ એવું વ્યક્તિ હોય જે વીરાંગના રાણી લક્ષ્મીબાઈને જાણતું ન હોય. અખંડ ભારતના ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ હતા. જેમનું મૂળનામ મણિકર્ણિકા તામ્બે હતું.

xx
વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ પર ભાજપ મહિલા મોર્ચાએ પુષ્પાંજલિ અર્પણ કરી
author img

By

Published : Jun 19, 2021, 9:40 AM IST

  • અમદાવાદમાં રાણી લક્ષ્મીબાને આપવામાં આવી શ્રદ્ધાજંલી
  • 163મી પુણ્યતીથી પર BJPની મહિલા કાર્યકરો લક્ષ્મીબાઈને યાદ કર્યા
  • લક્ષ્મીબાઈના જયઘોષ કરતા નારી શક્તિનો ઉદઘોષ કર્યો હતો

અમદાવાદ: રાણી લક્ષ્મીબાઈના પતિનું અવસાન થતા તેમને એક પુત્ર દત્તક લીધો હતો. પરંતુ તે સમયના ગવર્નર જનરલ ડેલહાઉસીએ અંગ્રેજ શાસન વિસ્તારવાની દ્રષ્ટિથી 'ખાલસા નીતિ' અમલમાં મૂકી, જે અંતર્ગત જે રાજાને પોતાનો પુત્ર ન હોય તેનું શાસન અને રાજ્ય અંગ્રેજો પોતાના હાથમાં લેશે. પરંતુ સ્વભાવથી જ સ્વતંત્રતાના પર્યાય એવા રાણી લક્ષ્મીબાઈને આ કાયદો મંજૂર ન હતો. આથી તેમણે 1857ના સંગ્રામમાં ઝંપલાવ્યું. તેઓ ભારતના પ્રથમ સ્વાતંત્ર સંગ્રામના એકમાત્ર સ્ત્રી અગ્રણી બન્યા. અંગ્રેજો સામે લડતા-લડતા તેઓ વીરગતિ પામ્યા.

રાણી લક્ષ્મીબાઈની 163મી પુણ્યતિથિ

ભારતના ઇતિહાસમાં એક સ્ત્રી શાસનકર્તા અને પોતાના રાજ્ય માટે લડનાર જૂજ સ્ત્રીઓમાં રાણી લક્ષ્મીબાઈનું નામ સન્માનનીય રીતે લેવાય છે. આજની તારીખે (શુક્રવાર) મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે તેઓ શહીદ થયા હતા. આજે તેમની 163 મી પુણ્યતિથી છે. જે પ્રસંગે સમગ્ર દેશમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અમદાવાદના નેહરુ નગર ખાતે આવેલ રાણી લક્ષ્મીબાઈના પુતળાને ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : જૂનાગઢના તમામ રાજકીય પક્ષના આગેવાનો ઝાંસીની રાણીના યોગદાનને ભૂલ્યા

ભાજપ મહિલા મોર્ચાએ સાફા પહેરી પુષ્પાંજલિ અર્પી

સવારે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરવડાની આગેવાનીમાં નેહરુ નગર ચાર રસ્તાથી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના પૂતળા સુધી મહિલા મોરચાના પદાધિકારીઓ અને અન્ય મહિલા કાર્યકરો સાફા પરિધાન કરી પદયાત્રા કરીને રાણી લક્ષ્મીબાઈને ફુલહાર અર્પણ કર્યા હતા અને રાણી લક્ષ્મીબાઈના જયઘોષ કરતા નારી શક્તિનો ઉદઘોષ કર્યો હતો.

વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ પર ભાજપ મહિલા મોર્ચાએ પુષ્પાંજલિ અર્પણ કરી

આ પણ વાંચો : કોરોના વાયરસને પગલે પાટણની ઐતિહાસિક રાણીની વાવ પર્યટકો માટે બંધ કરાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.