ETV Bharat / city

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધન પર ભાજપે શોકાંજલિ વ્યક્ત કરી - અહેમદ પટેલ નિધન

આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના અંગત સલાહકાર અહેમદ પટેલનું કોરોનાની બીમારીથી અવસાન થયું છે. જેને લઇને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સહિત ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ શોકાંજલિ પાઠવી છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધન પર ભાજપે શોકાંજલિ વ્યક્ત કરી

author img

By

Published : Nov 25, 2020, 6:20 PM IST

ભાજપે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું
● અહેમદ પટેલનું કોરોનાને કારણે થયું નિધન
● મૂળ ગુજરાતના હતાં અહેમદ પટેલ
● રાજકારણમાં ચાર દશકના અનુભવી હતાં અહેમદ પટેલ
અગાઉ અહેમદ પટેલની હૃદયની સર્જરી કરાઈ હતી

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધન પર ભાજપે શોકાંજલિ વ્યક્ત કરી
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધન પર ભાજપે શોકાંજલિ વ્યક્ત કરી

અમદાવાદઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, તેઓ કોંગ્રેસના અગ્રણી નેતા હતા અને ઘણા વર્ષો સુધી તેઓએ લોકસભા અને રાજ્યસભાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કોંગ્રેસની ટોચની નેતાગીરીમાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેમના મળતાવડા સ્વભાવને કારણે તેઓ દરેક સાથે હળી-મળીને કાર્ય કરતા હતા. અહેમદ પટેલની અગાઉ પણ નાદુરસ્ત તબિયત હતી અને તેમના હૃદયની સર્જરી કરવામાં આવી હતી. કોરોનાને કારણે તેમના નિધનથી ગુજરાત અને દેશે એક અગ્રણી સમાજસેવક ગુમાવ્યાં છે.

અહેમદ પટેલ પોતાના વિસ્તારમાં 'બાબુભાઇ'ના નામે જાણીતા હતાં

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે, નાના અને આદિવાસી જિલ્લાથી તેઓએ કારકિર્દીની શરૂઆત કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરીએ પહોંચીને પોતાની કાબેલિયત બતાવી હતી. કોંગ્રેસ જ્યારે સત્તા પર હતી ત્યારે ગુજરાતના લાભાર્થે તેમણે ખૂબ પ્રયત્નો કર્યા હતા. તેઓ મૃદુભાષી હતા, પોતાના વિસ્તારમાં તેઓ 'બાબુભાઈ'ના નામે જાણીતા હતાં. અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસને મોટી ખોટ પડશે.

કોંગ્રેસને કપરા સમયમાંથી બહાર કાઢનારા હતા અહેમદ પટેલ

હંમેશા કોંગ્રેસના કપરા સમયમાંથી તેમણે કોંગ્રેસને બહાર કાઢી હતી. ગુજરાતના રાજકારણમાં પણ તેમનું મોટું યોગદાન હતું. બધી જ પાર્ટીના નેતાઓ સાથે તેઓ જોડાયેલા હતાં. રાજકારણમાં આગળ વધવા માટે તેઓ લોકો માટે પ્રેરણાસ્ત્રોત હતા. સેવાકીય પ્રવૃત્તિઓનું પણ તે ઉદાહરણ હતા, ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.