ETV Bharat / city

AIMIM વિરુદ્ધ BJP-CON અફવાઓ ફેલાવી રહી છે : પાર્ટી પ્રવક્તા દાનિશ કુરેશી

ગુજરાતમાં AIMIMમાં ધીરે ધીરે પોતાનો પગપેસારો કરી રહ્યુ છે. એવામાં પાર્ટી વિરુદ્ધ અફવાઓ પણ ફેલાઈ રહી છે. પાર્ટીના ગુજરાત પ્રવક્તા દાનિશ કુરેશીએ અફવા ફેલાવવાનો આરોપ ભાજપ-કોંગ્રેસ પર લગાવ્યો છે.

AIMIM
AIMIM વિરૂદ્ધ BJP-CON અફવાઓ ફેલાવી રહી છે : પાર્ટી પ્રવક્તા દાનિશ કુરેશી
author img

By

Published : Apr 3, 2021, 2:31 PM IST

Updated : Apr 3, 2021, 4:04 PM IST

  • AIMIM ગુજરાતમાં બનાવી રહ્યું છે મજબૂત સંગઠન
  • ભાજપ- કોંગ્રેસ AIMIMને બદનામ કરી રહ્યું છે
  • આવનાર સમયમાં વધુ લોકો જોડાશે AIMIM

અમદાવાદ: ગુજરાતમાં વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત, આમ આદમી પાર્ટી અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ-મુસ્લિમીએ પણ ભાગ લીધો હતો અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ-મુસ્લિમીના સાત ઉમેદવારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો.આ વિજયનો શ્રેય સાબિર કાબુલીવાલાને ગયા હતો. જેમને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ-મુસ્લિમીનના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદઉદ્દીન ઓવૈસીએ ગુજરાત ઓલ ઈન્ડિયા મજલિસ-સે-ઇતેહદુલ મુસ્લિમીના પ્રમુખ બનાવ્યા હતા. ગુજરાતમાં તેમની મહેનતથી અમદાવાદ, ભરૂચ, મોડાસા અને ગોધરામાં ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ-મુસ્લિમિનના ઉમેદવારો જીત્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક લોકો સાબીર કાબૂલીવાલાથી નારાજ છે, જ્યારે અન્ય લોકો સાબીર કાબૂલીવાલાને હટાવવા માંગે છે. જો કે, ગુજરાતના ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ-મસ્લિમીનના મહમંત્રી હામિદ ભટ્ટીને ગુજરાતના અધ્યક્ષ બનાવવા માંગે છે.

ભાજપ-કોંગ્રેસ ફેલાવી રહ્યું છે અફવા

આ સંદર્ભે, જ્યારે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહદુલ-મુસ્લિમિન ગુજરાતના પ્રવક્તા, દાનિશ કુરેશીને સબીર કાબુલી વાલાને તેમના પદ પરથી હટાવવાની વાતની સત્યતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે, દાનિશ કુરેશીએ કહ્યું, આવી અફવાઓ ઓલ ઇન્ડિયામજલિસ-એ-ઇતેહદુલ-મુસ્લિમિન વિરુદ્ધ ફેલાવવામાં આવી રહી છે, અને કોંગ્રેસ અને ભાજપ બંને આવી અફવાઓ ફેલાવી રહ્યા છે. અમે ગુજરાતમાં ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચો : AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ UPના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર આકરા પ્રહાર કર્યા

AIMIM મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં લાવ્યું સારૂ પરીણામ

તેમણે વધુમાં કહ્યું કે, સાબીર કાબલીવાલાને હટાવવાની કોઈ વાત જ નથી. સાબીર કાબલીવાલાએ જે કર્યું તે બીજું કોઈ કરી શકે નહીં. ગુજરાતના રાજકારણમાં પહેલીવાર ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ -મુસ્લિમિન મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીમાં આવી હતી અને ખૂબ સારા પરિણામો આપ્યા હતા અને તેમના કારણે AIMIM અમદાવાદ, ગોધરા, મોડાસામાં અને ભરૂચમાં જીત્યું. તેમના કરતા વધુ સારી કામગીરી કોઈ બીજું કરી શકે નહીં, તેથી ભવિષ્યમાં મને નથી લાગતું કે સાબીર કાબલીવાલાને પ્રમુખ પદ પરથી હટાવવામાં આવશે. અને હમીદ ભટ્ટીનો જે પ્રશ્ન છે તો હમીદ ભટ્ટીને ગુજરાતનો અધ્યક્ષ બનાવવામાં નહીં આવે.વિપક્ષ પાર્ટીને AIMIMથી ડર લાગે છે તેથી આવી અફવાઓ ફેલાવી રહ્યા છે.

AIMIM વિરુદ્ધ BJP-CON અફવાઓ ફેલાવી રહી છે : પાર્ટી પ્રવક્તા દાનિશ કુરેશી

આ પણ વાંચો : નીતિશ કુમાર સરકાર સીમાંચલ સાથે ન્યાય નહીં કરે તો આંદોલન કરીશુંઃ ઓવૈસી

આવનાર સમયમાં વધુ લોકો AIMIMમાં જોડાશે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સાબીર કાબલીવાલાની મહેનતને કારણે ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો દરરોજ AIMIM સાથે જોડાઈ રહ્યા છે અને હવે રમઝાન પહેલા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસ્લિમ ગુજરાતની બોડી પણ બનાવવામાં આવશે.

Last Updated : Apr 3, 2021, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.