અમદાવાદ: સિરિયલ બ્લાસ્ટ 2008 (Ahmedabad serial blast case)ના કેસમાં દોષિતોને સજાના મુદ્દે તમામ પક્ષે અદાલતમાં આજે સુનાવણી (Court hearing in Ahmedabad serial blast) પુરી થઇ છે. વિશેષ અદાલતે આજે તમામ દોષીતોના વકીલોનો અને પ્રોસિક્યુશનનો પક્ષ સાંભળ્યો હતો.
શું થયું આજની સુનાવણીમાં?
સરકારી વકીલ તરફથી દોષિતોને ફાંસીની સજાની માગણી (Demand for hanging charge) કરાઈ છે, જ્યારે બચાવ પક્ષ તરફથી લઘુત્તમ સજાની માગણી કરાઈ છે. તમામ પક્ષની દલીલ પૂર્ણ થતા 18 ફેબ્રુઆરીના રોજ સજાનુ એલાન કરશે.
આ પણ વાંચો: પુલવામા હુમલાનું કાવતરું પાક સેનાએ જ રચ્યું હતું, તપાસ એજન્સીઓને મળ્યા ઠોસ પુરાવા
બંને પક્ષની દલીલો પૂર્ણ
મુખ્ય સરકારી વકીલ (Public prosecutor in Ahmedabad blast) સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, બંને પક્ષોની દલીલો સાંભળીને આરોપીને સાંભળવામાં આવ્યા હતા, આજ રોજ બંને પક્ષની તમામ દલીલો પૂર્ણ થઈ ગઈ છે અને નામદાર કોર્ટે પોતાનો ચુકાદો 18 તારીખે મુલતવી રાખ્યો છે. બંને પક્ષોએ પોતાના તરફેણમાં રજૂઆતો કરી દીધી છે.
આ પણ વાંચો: Ind vs WI T20 Series 2022: ટીમ ઈન્ડિયા પહોંચી કોલકાતા, વેસ્ટ ઈન્ડિઝ સામે રમાશે T20 સિરીઝ
ફાંસી અથવા જન્મટીપ સુધીની સજા
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના 49 આરોપીઓને 18 ફેબ્રુઆરીના નામદાર કોર્ટ દ્વારા સજાનુ એલાન કરાશે અને તમામ દોષિતોને ફાંસી અથવા જન્મટીપ સુધીની સજા થઈ શકે છે.