ETV Bharat / city

લવ જેહાદના કાયદા બાબતે મોટા સમાચાર: કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટનો મનાઈ હુકમ - high court

લવ જેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી પર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. હાઇકોર્ટે આદેશ કર્યો છે કે, બળજબરી દબાણ કે લોભ લાલચથી લગ્ન થયા છે તેવું પુરવાર કર્યા સિવાય FIR થઈ શકશે નહીં.

લવ જેહાદના કાયદા બાબતે મોટા સમાચાર
લવ જેહાદના કાયદા બાબતે મોટા સમાચાર
author img

By

Published : Aug 19, 2021, 2:02 PM IST

  • લવ જેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટનો મનાઈ હુકમ
  • ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે ફરમાવ્યો મનાઈ હુકમ
  • આંતરધર્મીય લગ્નના કિસ્સામાં માત્ર લગ્નના આધાર પર એફઆઈઆર થઈ શકશે નહીં તેવું હાઈકોર્ટનું અવલોકન
  • બળજબરી દબાણ કે લોભ લાલચ લગ્ન થયા છે તેવું પુરવાર કર્યા સિવાય એફઆઈઆર થઈ શકશે નહીં

અમદાવાદ: લવ જેહાદના કાયદા બાબતે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. લવ જેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે.

આ પણ વાંચો- જાણો શું છે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 ( Love Jihad Act ) ?

માત્ર લગ્નના આધાર પર એફઆઈઆર થઈ શકશે નહીં તેવું હાઈકોર્ટનું અવલોકન

આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર એફઆઈઆર થઈ શકશે નહીં તેવું હાઈકોર્ટનું અવલોકન છે. બળજબરી, દબાણ કે લોભ લાલચથી લગ્ન થયા છે, તેવું પુરવાર કર્યા સિવાય એફઆઈઆર થઈ શકશે નહીં, તેઓ હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

સ્કૂલોમાં 50 ટકા ફી માફી માટેની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી

ગુજરાતમાં સ્કૂલ માફી મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. સ્કૂલોમાં 50 ટકા ફી માફી માટેની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. સરકાર દ્વારા ફી ઘટાડા અંગે નિર્ણય નહીં લેવાતા વાલી મંડળે જાહેરહિતની અરજી કરી છે.

આ પણ વાંચો- Gujarat High Court માં લવ જેહાદને પડકારતી અરજી દાખલ કરાઈ, ટૂંક સમયમાં થશે સુનાવણી

આ વર્ષે ફી માફી માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી

હાઇકોર્ટમાં અરજદારની રજૂઆત છે. કોરોનાના કારણે લોકોના ધંધા-રોજગાર પર મોટી અસર થઈ, જેથી આવક પણ ઓછી થઈ છે. રાજ્ય સરકાર તરફથી 2020-21ના શૈક્ષણિક વર્ષ દરમિયાન 25 ટકા ફી માફી આપવામાં આવી હતી. આ વર્ષે ફી માફી માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ફી ઘટાડા અંગે સરકાર જરૂરી નિર્ણય લે એવા નિર્દેશોની માંગ સાથે ઓલ ગુજરાત વાલી મંડળે અરજી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.