અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી નાજુક છે. ભરતી સોલંકીને કોરોના થતાં અમદાવાદ સ્થિત સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તબિયત વધારે ખરાબ થતાં હાલ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. વેન્ટિલેટર પર રાખીને આજે ત્રીજો દિવસ છે. ત્યારે તેમની તબિયતમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી. બહારથી આપવામાં આવતા ઓક્સિજનની માત્રામાં વધારો કરવાની ડોકટરને ફરજ પડી છે.
ભરતસિંહ સોલંકીની તબિયત અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું છે કે, ભરતસિંહ સોલંકીને પહેલા ઓક્સિજનની 100% જરૂર હતી. જેમાંથી ગઈકાલે ઘટીને તે 80 થી 90 ટકા થઈ છે. જ્યારે મળતી માહિતી મુજબ હાલ તેમને 60% થી 65 ટકા ઓક્સિજન વેન્ટિલેટરથી અપાઈ રહ્યો છે.
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી નાજુક
- ભરતી સોલંકીને કોરોના થતાં અમદાવાદ સ્થિત સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા
- તબિયત વધારે ખરાબ થતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા
- ભરતસિંહ સોલંકીની તબિયતને લઇને વિશેષ ટીમ સતત દેખરેખ રાખી રહી છે
ભરતસિંહના હાર્ટ, કિડની સહિતના અન્ય અંગો સામાન્ય રીતે કાર્ય કરી રહ્યા છે, પરંતુ ફેફસાં વધારે પડતા નબળા હોવાથી ઉપરના ઓક્સીજનની જરૂરિયાત વધી છે. એક બાબત સ્પષ્ટ છે કે, હાલ ભરતસિંહ સોલંકીની તબિયત ખૂબ જ ક્રિટિકલ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભરતસિંહ સોલંકીની તબિયતને લઇને એક વિશેષ ટીમ સતત તેમની દેખરેખ રાખી રહી છે. સાથે જ તેમના જણાવ્યા પ્રમાણે ધીમે ધીમે તેમની તબિયતમાં સુધારો આવી શકે છે તેવી આશા પણ નિષ્ણાત ડોકટરોની ટીમ દ્વારા કરવામાં આવી છે.