અમદાવાદ શિક્ષક દિન નિમિત્તે યોજાયેલા આ શ્રેષ્ઠ શિક્ષણ પારિતોષિક સમારોહમાં (Best Teacher Award distribution ceremony ) રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)અને શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી (Education Minister Jitu Vaghani ) ઉપસ્થિત રહ્યા હતાં. 33 જિલ્લામાં શિક્ષકોના સન્માન માટે યોજવામાં આવ્યો હતો. 43 શિક્ષકોનું સન્માન ( 43 teachers honored in Ahmedabad ) કરવામાં આવ્યું હતું. ત્યારે 6 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં.
શું કહ્યું શિક્ષણપ્રધાને આ સમારોહમાં (Best Teacher Award distribution ceremony ) શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સમગ્ર 33 જિલ્લામાં શિક્ષકોના સન્માન માટે આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ત્યારે ભારતની દરેક જ્ઞાતિનો વિદ્યાર્થી આજે ઉચ્ચ મુદ્દા ઉપર બિરાજમાન છે. જેનો શ્રેય શિક્ષકોને જાય છે. આઝાદીના 75 વર્ષમાં લાખો શિક્ષકોએ શિક્ષાનું દાન કરીને અનેકનું જીવન પ્રકાશિત કર્યું છે. દેશમાં શ્રેષ્ઠ નિર્માતા સર્જક અને ગુરુ સ્વરૂપે નરેન્દ્ર મોદી આપણું નેતૃત્વ કરી રહ્યા છે. 15 વર્ષથી જેમણે અલગ અલગ જગ્યા ઉપર નોકરી કરી છે એવા 43 શિક્ષકોનું સન્માન કરવાનું છે. માસ્તર કહેવાતા તેવા શિક્ષકોને ગુરુજી કહેવાની શરૂઆત મોદીએ કરાવી હતી.
શિક્ષકોનું મહત્ત્વ સમજાવાયું જીવનમાં શિક્ષકનું કેટલું મહત્વ રહેલું છે અને શિક્ષક ધારે તો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિખર પર પોહચડવામાં મદદ કરે છે. આ સમારોહમાં શિક્ષકોના મહત્વ વિશે જણાવવામાં આવ્યું હતું. ત્યારે શ્રેષ્ઠ શિક્ષકોને સર્ટિફિકેટ તેમજ એવોર્ડ આપીને સન્માનિત (Best Teacher Award distribution ceremony ) કરવામાં આવ્યા હતાં.