ETV Bharat / city

અમદાવાદમાં રાત્રિ કરફ્યુ પહેલા બાળકોએ બૂમો પાડી પોલીસની ગાડીને દોડાવી, વીડિયો વાયરલ - Ahmedabad news

અમદાવાદમાં રાત્રિ કરફ્યુનું પોલીસ દ્વારા પૂરેપૂરું પાલન કરાવવામાં આવી રહ્યું છે. આથી 9 વાગ્યા પહેલાં જ લોકો કરફ્યુ પાલન કરે તે માટે 8 વાગ્યા બાદ પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બાળકો અને યુવકો પોલીસને બૂમો પાડીને દોડાવી રહ્યા હોય તેવો વીડિયો સામે આવ્યો છે.

અમદાવાદમાં રાત્રિ કરફ્યુ પહેલા પોલીસની ગાડીને બાળકોએ બૂમો પાડીને દોડાવી,

author img

By

Published : Dec 13, 2020, 7:57 PM IST

Updated : Dec 13, 2020, 8:06 PM IST

  • અમદાવાદમાં પોલિસ કાફલાને દોડાવતો વીડિયો વાઈરલ
  • બાળકો અને યુવાનો દ્વારા પોલીસને હેરાનગતિ
  • વીડિયો સોશિયલ મીડીયામાં વાઈરલ થતાં પોલીસ હરકતમાં

અમદાવાદઃ શહેરમાં રાત્રિ કરફ્યુનું પોલીસ દ્વારા પૂરેપૂરું પાલન કરાવવામાં આવી રહ્યું છે. આથી 9 વાગ્યા પહેલાં જ લોકો કરફ્યુ પાલન કરે તે માટે 8 વાગ્યા બાદ પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બાળકો અને યુવકો પોલીસને બૂમો પાડીને દોડાવી રહ્યા હોય તેવો વીડિયો સામે આવ્યો છે.

અમદાવાદમાં રાત્રિ કરફ્યુ પહેલા બાળકોએ બૂમો પાડી પોલીસની ગાડીને દોડાવી, વીડિયો વાયરલ

બૂમો પાડીને અને નાચીને પોલીસને પડકાર

શહેરના દરિયાપુરના ચાચરવાડ વિસ્તારનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં પોલીસની ગાડીઓ ગલીઓમાં આવે છે, ત્યારે બાળકો અને યુવકો પોલીસની ગાડીઓ સામે નાચી રહ્યા છે. તેમજ ચિચિયારીઓ પડી રહ્યા છે. તેમજ ગાડી આવતા જ બાળકો અને યુવકો નાસી જાય છે. મોટી સંખ્યામાં બાળકો માસ્ક વગર પોલીસ સામે પડકાર ફેકે છે, તેમજ પોલીસ બાળકોની પાછળ દોડે છે.

કોટ વિસ્તારમાં બન્યા અનેક બનાવ

શહેરના કોટ વિસ્તારમાં આ પ્રકારે મોટી સંખ્યામાં લોકો ભેગાં થતાં હોય છે. પોલીસ આવે ત્યારે બૂમો પાડીને નાસી જાય છે. પોલીસ પાસે પેટ્રોલિંગ સમયે પૂરતું સંખ્યા બળ ના હોવાને કારણે લોકો પોલીસને પડકાર ફેંકીને દોડાવે છે. જ્યારે પોલીસનો મોટો કાફલો સાથે પસાર થાય ત્યારે આ ભીડ કે ટોળુ દેખાતું નથી.

વીડિયો વાયરલ થતાં પોલીસ આવી હરકતમાં

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે. ત્યારે વાયરલ વીડિયોને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. હવે પોલીસ દ્વારા ક્યા પ્રકારે કરફ્યુનું પાલન કરાવશે તે જોવાનું રહ્યું.

Last Updated : Dec 13, 2020, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.