અમદાવાદ: ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી (Gujarat Assembly elections 2022)ને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે તોડજોડની રાજનીતિ પણ ગુજરાતમાં ફરી શરૂ થઇ ચૂકી છે. ગુજરાત કોંગ્રસે આપમાં મોટું ગાબડું પાડ્યું છે. આપના 200 કાર્યકરો આજે કોંગ્રેસમાં જોડાયા (200 aap workers joined Congress) છે.
વિધાનસભાની ચૂંટણી: ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભરતી મેળાની શરૂઆત થઇ ચૂકી છે. મિશન 2022 (Congress Mission 2022) માટે કોંગ્રેસે આપના 19 જેટલા આગેવાનોને પક્ષમાં જોડ્યા છે. આજે બપોરે કોંગ્રેસ ભવનમાં કાર્યક્રમ (Congress Bhavan Program)યોજાયો હતો. જેમાં આમ આદમી પાર્ટી અને ગુજરાત કિસાન સંગઠનના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા છે.
આ પણ વાંચો: PM Modi Jamnagar Visit: જામનગરમાં PMનો સંભવિત કાર્યક્રમ બોપરા સર્કિટ હાઉસમાં
કિશાન સંગઠનના જિલ્લા પ્રમુખો: તો અમરેલી, રાજકોટ, પાટણ, ભાવનગર અને જામનગરના આપના કિશાન સંગઠન (Gujarat Kisan Sangathan)ના જિલ્લા પ્રમુખો કોંગ્રેસમાં જોડાયા છે. તમામે જગદીશ ઠાકોર, સુખરામ રાઠવાની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા છે. તો બીજી તરફ AAPના 500 કરતા વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: પોલીસે કરી શિક્ષકોની અટકાયત, પોતાના પ્રશ્નો માટે સરકાર સામે લડત આપતા શિક્ષકો
AAPની કોઈ વિચારધારા જ નથી: ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે, આપના નેતાઓ દાવો કરે છે કે આ લોકોને સસ્પેન્ડ કાર્ય હતા, પરંતુ હકીકતમાં એક પણ હોદ્દેદારોને લેટર આપીને સસ્પેન્ડ કર્યા નથી, માત્ર પોતાની ઓફિસની ફાઈલમાં ટાઇપ કરેલો લેટર મૂકી રાખ્યો હતો. વિવિધ જિલ્લાના આપના કાર્યકરો AAPથી કંટાળી ગયા છે, કેમકે AAPની કોઈ વિચારધારા જ નથી હોવાનું જણાવી રહ્યા છે. આગામી દિવસોમાં પણ આપમાંથી વધુ લોકો કોંગ્રેસમાં જોડાય તેવી શકયતાઓ જોવા મળી રહી છે.