અમદાવાદ:શહેરના દાણીલીમડા, કાલુપુર, જમાલપુર, બહેરામપુરા સહિતના વિસ્તારોમાં લૉક ડાઉન દરમિયાન બહાર નીકળતાં લોકોને સમજાવવા માટે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના PSI પી.કે. ગોહિલે લોકોને જણાવ્યું કે રમઝનના પવિત્ર મહિનામાં ઈબાદત કરી અલ્લાહ પાસેથી કોરોનામાંથી મુક્તિ મળે તેવી દુઆ માગવા આપીલ કરી હતી. નોંધનીય છે કે ત્યાં ઉભેલા લોકોએ પ્રતિકારમાં 'અમીન' કહ્યું હતું. એટલું જ નહિ તેમણે લોકોને સ્થિતિને ધ્યાનમાં રાખીને મસ્જિદમાં નહિ પરંતુ ઘરમાં જ ઈબાદત કરવા અપીલ કરી હતી. ઈફતારી અને સહેરીના સમયે પણ લોકો એકત્ર ન થાય તેની ખાસ કાળજી રાખવા વિનંતી કરી હતી.
રમઝાનમાં સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરી કોરોનાને માત આપો, ઇદે તમારા ઘરે 'શીરખુરમો' ખાવા આવીશ". - PSI Gohil
અમદાવાદના હોટસ્પોટ વિસ્તારોમાંથી સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓના કેસ સામે આવી રહ્યાં છે ત્યારે લોકોને લૉકડાઉનના નિયમોનું પાલન કરાવવા પોલીસ કર્મીએ કહ્યું " અસ્સલામુ અલયકુમ, રમઝાનમાં સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરી કોરોનાને માત આપો, ઇદે તમારા ઘરે શીરખુરમો ખાવા આવીશ".