ETV Bharat / city

અમદાવાદમાં BCCIની 89મી એન્યુઅલ જનરલ મિટિંગ તાજ હોટેલમાં યોજાઇ - bcciLatest News

BCCIની 89મી એન્યુઅલ જનરલ મિટિંગ તાજ હોટેલમાં યોજાઇ હતી. જેમાં BCCIના ચીફ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ તેમજ જુદા જુદા ક્રિકેટ એસોસિયેશનના 28 જેટલા હોદ્દેદારો હાજર રહ્યા હતા.

BCCIની વાર્ષિક સામાન્ય સભાનું અમદાવાદમાં આયોજન

author img

By

Published : Dec 24, 2020, 1:11 PM IST

Updated : Dec 24, 2020, 9:18 PM IST

  • BCCIની વાર્ષિક સામાન્ય સભા તાજ હોટેલ
  • પ્રથમ વખત AGM યોજાઈ અમદાવાદમાં
  • ૨૯ જેટલા મુદ્દાઓ પર થશે ચર્ચા

અમદાવાદ : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની (BCCI) વાર્ષિક સામાન્ય સભા (AGM) અમદાવાદની તાજ હોટલમાં આજે યોજાઈ હતી.વાર્ષિક સામાન્ય સભા માટે BCCI એ 29 જેટલા મુદ્દાઓ અગાઉ તમામ ક્રિકેટ એસોસિયેશનને મોકલ્યા હતા.જેના પર આજે ચીફ સહિત અધિકારીઓ નિણર્ય કરશે. મહત્વનું છે કે IPLમાં વધારાની બે ટીમો જોડવી કે નહીં તેમજ જુદી જુદી ક્રિકેટ સમિતિઓ બનાવવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી રહી છે.જુદી જુદી સમિતિઓમાં લોકપાલની નિયુક્તિ, એથીક્સ અધિકારી, ક્રિકેટ સમિતિ, સ્ટેન્ડિંગ સમિતિ તેમજ એમ્પાયર સમિતિ, પસંદગી સમિતિ અંગે નિર્ણય લેવામાં આવશે. તો બીજી તરફ BCCIના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે IPLના પૂર્વ ચેરમેન રાજીવ શુક્લાને નિયુક્ત કરી શકે છે.

BCCIની 89મી એન્યુઅલ જનરલ મિટિંગ તાજ હોટેલમાં યોજાઇ

T20 વર્લ્ડ કપ અંગે થશે આયોજન

આગામી વર્ષે ભારતમાં રમાનારી T20 વર્લ્ડ કપના આયોજન અંગેની ચર્ચાઓ પણ આ મીટિંગ માં કરવામાં આવશે. સાથે ઓક્ટોબર - નવેમ્બરમાં આયોજિત ICC T20 વર્લ્ડ કપ માટે કરમાં રાહત આપવી કે નહીં તે અંગેનો પણ નિર્ણય થશે. મહત્વનું છે કે વર્ષ 2028માં રમાનારી ઓલમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવો કે નહીં તેનો નિર્ણય લેવાઈ શકે છે. તો નવી પસંદગી સમિતિમાં 3 સભ્યોની વરણી કરવાની હોઈ અરજીકર્તાઓના નામ પર પણ ચર્ચાઓ કરવામાં આવશે. ICC તેમજ એશિયાઈ ક્રિકેટ પરિષદમાં BCCI નું પ્રતિનિધિ કોણ હશે તે નામ પર મહોર લગાવવામાં આવે છે.

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ મોટેરા સ્ટેડિયમમાં યોજાયો હતો

અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે અને તેમાં 1,14,000 પ્રેક્ષકો બેસી શકે તેટલી ક્ષમતા ધરાવે છે. આ સ્ટેડિયમમાં જ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો હતો. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર સાથે સીધા અમદાવાદ આવીને રોડ શો કરીને સીધા સ્ટેડિયમમાં આવ્યા હતા, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જે મુલાકાત ડોનાલ્ડ ટ્રમ્પ માટે ખૂબ જ યાદગાર બની ગઈ હતી. આ એ જ ઐતિહાસિક સ્ટેડિયમનું ઉદ્ઘાટન સાથે હવે ફ્રેન્ડલી મૅચ યોજાવા જઈ રહી છે અને સાથે એજીએમ પણ યોજાશે.

BCCIની વાર્ષિક સામાન્ય સભાનું અમદાવાદમાં આયોજન

મોટેરામાં આગામી મૅચ

ઇંગ્લેન્ડની ટીમ આગામી 2021 જાન્યુઆરીમાં પ્રવાસ કરશે. આ સાથે જ આ સિરીઝની ભારત સાથેની ટેસ્ટ વન-ડે અને ટી-20 મૅચ રમાશે. જેમાં અમદાવાદમાં બે ટેસ્ટ અને પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચ રમવામાં આવશે. મહત્વનું છે કે, ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન મૅચનું આયોજન અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં કરવામાં આવતા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ 24 ફેબ્રુઆરી 2021 માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મૅચ અમદાવાદમાં રમાશે અને ચોથી ડે ટેસ્ટ પણ અમદાવાદમાં જ રમવામાં આવશે. BCCIના સેક્રેટરી જય શાહે સત્તાવાર જાહેરાત કરી હતી.

Last Updated : Dec 24, 2020, 9:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.