ETV Bharat / city

ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાની માંગનો વિવાદ વધુ વકર્યો - Language controversy in Gujarat High Court

ગુજરાતી ભાષાને લઇને ગુજરાત હાઇકોર્ટના વકીલો વચ્ચે બે જૂથમાં વહેચાયાનું સામે આવ્યું છે. તો બીજી તરફ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ગુજરાતી ભાષાના સમર્થનમાં ઉતર્યું છે. ત્યારે શું છે સમગ્ર મામલો જાણો. Controversy over demand Gujarati language in HC, Gujarat Bar Council Association,   HC Gujarati language Controversy

ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાની માંગનો વિવાદ વધુ વકર્યો, બાર કાઉન્સિલિંગ એસોસિએશન પણ મેદાને

author img

By

Published : Aug 26, 2022, 2:13 PM IST

અમદાવાદ ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાને સત્તાવાર તરીકે સામેલ કરો તે વિવાદ (HC Gujarati language Controversy) હવે દિવસેને દિવસે વકરતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ વિવાદમાં ગુજરાત બાર કાઉન્સિલ એસોસિએશનને પણ ઝંપલાવ્યું છે. ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ કામગીરી માટે સત્તાવાર ભાષા તરીકે ગુજરાતી ભાષાને સામેલ કરવા બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા સહિતના કેટલાક સભ્યોએ ગુજરાત બાર અમદાવાદ એડવોકેટ એસો. દ્વારા બાર કાઉન્સિલને (Language controversy in Gujarat High Court) પત્ર લખીને ગુજરાતી ભાષા સત્તાવારી તરીકે સમાવિષ્ટ કરવા માટે માંગ કરી છે.

ગુજરાતી ભાષાની માંગ આ સમગ્ર મામલે રાજ્યના 272 બાર એસોસીએશનને સાથે રાખી રાજ્યપાલને મળવા માટે બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન સહિતના સભ્યો ટેલીફોનીક સંપર્ક કર્યો છે. અમદાવાદ ક્રિમીનલ કોર્ટ બાર એસો., અમદાવાદ ડિસ્ટ્રીકટ બાર એસો.ના પ્રમુખ રાજેશ બી. પારેખ, ફેમિલી કોર્ટ બાર એસો. દ્વારા ઠરાવી કરીને ગુજરાતી ભાષા ગુજરાત હાઈકોર્ટમાં કોર્ટની કામગીરીમાં સત્તાવાર રીતે સામેલ કરવા માંગ કરી છે.

આ પણ વાંચો ગુજરાતી સાહિત્ય ફોરમ : ટેકનોલોજીને સહારે માતૃભાષા માટે ઝઝૂમવાનો પ્રયાસ

પાંચ હજાર વકીલો ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાત બાર અનિલ સી.કેલ્લા અને ભરત ભગત સહિતના સભ્યોએ પત્રમાં જણાવ્યું છે કે, આશરે એક લાખ વકીલોમાંથી આશરે પાંચ હજાર વકીલો ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત કરે છે. બાકીના વકીલો કાયદાકીય જ્ઞાન અને અનુભવ ધરાવતા હોવા છતાં પણ હાઇકોર્ટમાં માત્ર અંગ્રેજી ભાષાનો ઉપયોગ થતો હોવાથી તેઓ હાઇકોર્ટમાં વકીલાત કરી શકતા નથી. ઉલ્લેખનીય છે કે, આ રવિવારે બાર એસોસિયન્સ પ્રમુખની મીટીંગ થવાની સામે આવ્યું હતું. એમાં પણ આ ગુજરાતી ભાષાના મુદ્દે વિવિધ ચર્ચાઓ થશે અને ત્યારબાદ પણ કોઈ નિર્ણય લેવામાં આવી શકે તેવી સંભાવના સેવાઈ.

આ પણ વાંચો ગુજરાતી નાટકો, ફિલ્મો અને સિરિયલ દ્વારા ફેમસ થનાર ધર્મેશ વ્યાસ સાથે રૂબરૂ

વકીલોના જૂથ પડી ગયા મહત્વનું છે કે ,હાઈકોર્ટ વકીલોના કાઉન્સિલને પત્ર લખ્યા બાદ એસોસિયેશન અને પ્રમુખ કાઉન્સિલના પૂર્વ ચેરમેન વચ્ચે ગજગ્રાહ થયેલો અને આ વિવાદ બાદ બંને વકીલોના જૂથ પડી ગયા છે, અને સામસામે આવી ગયા છે. તો કેટલાક તરફેણમાં છે અને આનો વિરોધ કરી રહ્યા છે. તો હવે આ બાબતને લઈને આગળ રાજ્યપાલને મળી શકે છે કે નહીં અને આગળના આદેશ શું પ્રક્રિયા થાય છે તે જોવું રહ્યું.Controversy over demand Gujarati language in HC, Gujarat Bar Council Association, gujarati language words

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.