- બેન્કના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વ્યક્ત કર્યો આક્રોશ
- બેન્કના ખાનગીકરણ સામે વ્યક્ત કર્યો વિરોધ
- ખાનગી બેન્કમાં જ NPA થતી હોવાની વ્યક્ત કરી ચિંતા
અમદાવાદ: જિલ્લાના લાલ દરવાજા પાસે આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા પાસે બેન્કના અગ્રણી સંગઠનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમનું કહેવું છે કે બેન્કના ખાનગીકરણથી આમ જનતાના પૈસાની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. વળી, ભૂતકાળમાં આવા જ કેટલાક લોકો બેન્કમાંથી માતબર રકમ લઈને દેશની બહાર ભાગી જતાં હોય છે. આવા મોટાભાગના કિસ્સાઓ ખાનગી બેન્કમાં જ જોવા મળે છે.
આ પણ વાંચો: અમદાવાદ: એક દિવસની બેંકની હડતાલ, 10 હજાર કરોડના વ્યવહારો ઠપ્પ
ઉગ્ર આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી
બેન્ક કર્મીઓએ પોતાની માંગણી જો સ્વીકારવામાં નહી આવે તો તેની સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. વળી, સામાન્ય જનતાને બેન્ક બંધથી પડતી હાલાકીની સામે મહાગુજરાત બેન્ક એમ્પ્લોઈ એસોસિયેશનના ઉપપ્રમુખે જણાવ્યું કે, જો તેઓ હડતાલ નહીં કરે તો આમ જનતાના પૈસા બેન્કમાં ઈનસિક્યોર થવાની સંભાવના છે એટલે ભાવિ સુરક્ષાને ધ્યાનમાં રાખી થોડા સમયની હાલાકી સહન કરવી હિતાવહ છે.
આ પણ વાંચો: રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલની જૂનાગઢમાં અસર, મોટાભાગની બેંક જોવા મળી બંધ