ETV Bharat / city

Bail application in Sessions Court : આર બી શ્રીકુમારે જામીન માટે આ કોર્ટમાં ફાઈલ કરેલી અરજીમાં શું કહ્યું ? - Bail application in Sessions Court

ભૂતપૂર્વ ડીજીપી આર બી શ્રીકુમાર (Former DGP RB Srikumar) સામે કેસ નોંધીને તેમની ધરપકડ કરવામાં આવેલી છે. આ મામલે જ્યુડિશિયલ કસ્ટડીમાં (Judicial custody) મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે હવે આ કેસ માટે થઈને સેશન્સ કોર્ટમાં (Bail application in Sessions Court)જામીન અરજી ફાઈલ કરી છે.

Bail application in Sessions Court : આર બી શ્રીકુમારે જામીન માટે આ કોર્ટમાં ફાઈલ કરરેલી અરજીમાં શું કહ્યું ?

author img

By

Published : Jul 6, 2022, 9:08 PM IST

અમદાવાદ- 2002ના ગુજરાતમાં કોમી તોફાનો (Communal riots in Gujarat 2002) સામે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભૂતપૂર્વ ડીજીપી આર બી શ્રીકુમાર (Former DGP RB Srikumar) સામે કેસ નોંધીને તેમની ધરપકડ કરવામાં આવેલી છે. ત્યારે આ મામલે જ્યારે કોટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં (Judicial custody) મોકલી દેવામાં આવ્યા છે ત્યારે હવે આ કેસ માટે થઈને શ્રી આર બી કુમારે સેશન્સ કોર્ટમાં (Bail application in Sessions Court)પોતાની જામીન અરજી ફાઈલ કરેલી છે.

અરજીમાં શી છે રજૂઆત -આર બી શ્રીકુમાર (Former DGP RB Srikumar) દ્વારા જામીન અરજી ફાઇલ કરવામાં આવી છે તે મામલે એમના વકીલની અરજદારની રજૂઆત છે કે, એફઆઇઆરમાં આર.બી. શ્રીકુમાર સામે જે આરોપ લગાવવામાં આવ્યા છે તે બિલકુલ ખોટા છે અને તે ટકવા પાત્ર નથી.આર.બી. શ્રીકુમારે જે તપાસ પંચ સમક્ષ સોગંદનામાં કરેલું છે તે માત્ર એક તપાસની પ્રક્રિયાનો ભાગ છે અને આ આરોપ એવા છે કે તેની ટ્રાયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ચાલશે.

આ પણ વાંચોઃ ગુજરાત રમખાણ કેસમાં સંજીવ ભટ્ટ બાદ હવે તિસ્તા અને શ્રીકુમાર સામે કાર્યવાહી,વાંચો આખો કેસ

શું છે ક્રાઈમ બ્રાન્ચની ફરિયાદમાં? -ક્રાઈમ બ્રાન્ચે તેની ફરિયાદમાં નોંધ્યું હતું કે આર બી શ્રીકુમાર (Former DGP RB Srikumar) જે તે સમયે તપાસ પંચનામાં સમક્ષ નવ સોગંદનામાં કરેલા છે અને શ્રી આર બી કુમારના નિવેદનના આધારે ઝાકિયા જાફરીએ ફરિયાદ કરેલી છે. જેમાં શ્રીકૃમારે તેના પ્રથમ બે સોગંદનામાં સરકાર સામે કોઈ આરોપ લગાવેલા નથી, પરંતુ એ પછીના જે પણ સોગંદનામાં છે તેમાં તેણે સરકાર સામે આરોપ મૂક્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પૂર્વ એડિશનલ ડીજીપી આરબી શ્રીકુમારને ગોધરા રમખાણો 2002 અંગે સમન્સ પાઠવ્યા

શું છે સમગ્ર મામલો - 2002માં ગુજરાતમાં તે સમયે કોમી રમખાણો (Communal riots in Gujarat 2002) થયા હતાં તેમાં કોમી તોફાનો સમયે કેટલાક લોકો સામે ખોટા પૂરાવા ઉભા કરવાના ષડયંત્રના મામલે આર બી શ્રીકુમાર (Former DGP RB Srikumar) , તીસ્તા સેતલવાડ અને ભૂતપૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ સામે કેસ નોંધવામાં આવ્યા હતાં. આ મામલે ઝાકિયા જાફરીએ કરેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દેતા ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે આ સૌની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ સમગ્ર કેસ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ચાલ્યો હતો અને ત્યારે આર.બી. શ્રીકુમારને સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા બાદ અત્યારે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં (Judicial custody) મોકલી દેવામાં આવ્યા છે અને હવે આર.બી. શ્રીકુમારે સ્ટેશન કોર્ટમાં જામીન અરજી (Bail application in Sessions Court) ફાઇલ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.