અમદાવાદ: યોગ દિવસ પહેલા (World Yoga Day 21 June) અમદાવાદ આવેલા બાબા રામદેવે (Yog Guru Baba Ramdev In Ahmedabad) ગુજરાતના મહાનગર અમદાવાદની મુલાકાત લીધી હતી. અમદાવાદથી તેઓ જાસપુરમાં આવેલા ઉમિયા (Umiya Temple Jaspur Ahmedabad) માતાજીના મંદિરે ગયા હતા. જ્યાં શિલા પૂજન કર્યું અને માતાજીના દર્શન કર્યા હતા. બાબા રામદેવે અમદાવાદ આવીને પાટીદારોના (Patidar Community Ahmedabad) આ કામની પ્રશંસા કરી છે. અમદાવાદ આવીને બાબા રામદેવે યોગ વિશે લોકોને માહિતગાર કર્યા હતા.
આ પણ વાંચો: અગ્નિપથ યોજનાને લઈને કોંગ્રેસ પર વીકે સિંહ ભડક્યા, કહ્યું..
સૌથી ઊંચા મંદિરની પ્રશંસા: અમદાવાદ આવીને બાબા રામદેવે વિશ્વના સૌથી ઊંચા બનવા જઈ રહેલા મા ઉમિયાના મંદિરની પ્રશંશા કરી હતી. પાટીદારોને પોતાની આવકના 06 થી 10 ટકા વિશ્વઉમિયાધામને આપવા અપીલ કરી હતી. જેના થકી શ્રેષ્ઠ પાટીદાર સમાજનું નિર્માણ થઈ શકે. બાબા રામદેવે પાટીદારોનું ઋણ સ્વીકારતાં કહ્યું કે, હું પટેલ સમાજના રોટાલા અને ઢેબરા ખાઈને મોટો થયો છું. મને મોટો કરવામાં પાટીદાર સમાજનું પ્રદાન છે. લેઉવા અને કડવા અલગ નથી, બંને ઉમિયા માતાજીના સાનિધ્યમાં સંગઠિત થાય.
આ પણ વાંચો: અગ્નિપથ આંદોલનના કારણે ગુજરાતમાંથી આ રાજ્યમાં જતી ટ્રેનો થઇ રદ્દ
શિલાપૂજન થયું: આ પ્રસંગે વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી વિશ્વઉમિયાધામનું નિર્માણ થાય ત્યાં સુધી વિશ્વની વિભુતિઓ જગત જનની મા ઉમિયાના મંદિરનું શિલાપૂજન કરતી રહે અને માતાજીના દર્શને આવે. જેથી તેમની ઉર્જા આ ભૂમિ પર સંચિત થાય. સંતોના આશીર્વાદથી આ કાર્ય ઝડપથી સંપન્ન થાય એ જ અભ્યર્થના છે. આ પ્રસંગે બાબા રામેદેવ કહ્યું કે, સમય સંગઠિત થવાનો છે. બધા એક જ છે. તથા વિશ્વઉમિયાધામ સનાતન ધર્મનું સૌથી ગૌરવપૂર્ણ ધામ છે.