ETV Bharat / city

અમદાવાદમાં કોરોના દર્દીઓ માટે રિક્ષાચાલકોની અનોખી સેવા, 10 ઓટો એમ્બ્યુલન્સ કરી શરૂ - અમદાવાદના સમાચાર

રાજયમાં કોરોનાની મહામારીમાં સતત વધારો થઇ રહ્યો છે, અને દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. હાલમાં અમદાવાદ શહેરમાં 108 એમ્બ્યુલન્સને 24થી 36 કલાક જેટલો સમય લાગી રહ્યો છે. ત્યારે હવે અમદાવાદ રિક્ષાચાલક એકતા યુનિયન દ્વારા 10 રિક્ષાને એમ્બ્યુલન્સ તરીકે સેવા આપવાની શરૂ કરવામાં આવી છે અને એક હેસ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેનાથી કોરોનાના દર્દીઓને રાહત મળી શકે.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Apr 27, 2021, 10:58 PM IST

  • 10 જેટલી રીક્ષાને સંસ્થાના સહયોગથી એમ્બ્યુલન્સ તરીકે કરાઇ શરૂ
  • હેલ્પલાઇન 7600660760 પર કોલ કરી કોરોનાના દર્દીઓ સેવાનો લાભ લઇ શકશે
  • કોરોનાની કીટ, અને અલગ પાર્ટીશનની સુવિધા રીક્ષામાં ઉભી કરવામાં આવી

અમદાવાદઃ રાજયમાં સૌથી વધુ કોરોના સંક્રમણ અમદાવાદ શહેરમાં ફેલાયેલું છે. હાલમાં શહેરમાં કોરોનાના 5 હજારથી પણ વધારે કેસ સામે આવી રહ્યા છે. શહેરમાં સરકાર દ્વારા જેટલી 108 એમ્બ્યુલન્સ અને 104ની સેવા પુરી પાડવામાં આવી છે, તેવામાં હાલ શહેરની પરિસ્થિતિ એવી છે કે, તમામ 108 એમ્બ્યુલન્સમાં 24થી 36 કલાકનું વેઇટિંગ ચાલી રહ્યું છે. જેના લીધે કોરોના દર્દીઓને મદદ કરવા અમદાવાદ રિક્ષાચાલક એકતા યુનિયન અને પનાહ ફાઉન્ડેશનના દ્વારા ઓટો અમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ
અમદાવાદ

હેલ્પલાઇન નંબર 7600660760 જાહેર કરવામાં આવ્યો

અમદાવાદમાં હાલ 10 ઓટો એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા કોરોનાના પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોચાડવા, સીટી સ્કેન, એકસ-રે માટે લઇ જવા જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. જેમના માટે હેલ્પલાઇન નંબર 7600660760 જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કોલ કરી દર્દી પોતાનું સરનામું નોંધાવી નજીકના ઓટો ડ્રાઇવરનો સંપર્ક કરી શકે છે. રીક્ષા કોરોનાના દર્દીઓ લઇ જવાના હોવાથી અલગ પાર્ટેશન રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો: કોરોના મહામારીમાં માનસિક હતાશાના નિરાકરણ માટે અમદાવાદના યુવાનોની અનોખી પહેલ

ઓટો ડ્રાઇવરની સેફટી માટે વિશેષ સુવિધા

પનાહ ફાઉન્ડેશનના મમતા રાવતે ઇટીવી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ઓટો એમ્બ્યુલન્સના ડ્રાઇવરો માટે પીપીઇ કીટ, હાથના મોજા, માસ્ક અને સેનેટાઇઝની વ્યવસ્થા રાખવામાં આવી છે. ઓટોમાં આગળ અને પાછળના ભાગને અગલ રાખવા માટે પાર્ટેશન પણ કરી દેવામાં આવ્યું છે. ઓટો ડ્રાઇવર અને દર્દી માટે અલગ અલગ પાણીની બોટલો પણ રાખવામાં આવી છે. જો કોઇ સંજોગોમાં ઓટો ડ્રાઇવરે કોરોનાનું સંક્રમણ થાઇ છે, તો તેમના સારવારની તમામ જવાબદારી સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવે છે. તો ઓટોના ડ્રાઇવરને ગેસ અને પેટ્રોલનો ખર્ચ પણ સંસ્થા દ્વારા આપવામાં આવશે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીના કાકીનું કોરોનાથી નિધન, 80 વર્ષની વયે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

પનાહ ફાઉન્ડેશનની 10 લોકોની ટીમ દ્વારા સેવાકાર્યો

હાલમાં શહેરની કેટલીક સરકારી હોસ્પિટલોમાં 108 સિવાયના દર્દીઓને સારવાર માટે જગ્યા આપવામાં આવતી નથી. જેમને લઇને મમતા રાવતે કહ્યું કે, સરકારને આ બાબતે અપીલ કરવામાં આવશે. જે દર્દીઓને 108માં આવવામાં વાર લાગતી હોઇ, અને ઓટો એમ્બ્યુલન્સના મારફતે ઝડપથી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે, તેવા સંજોગોમાં દર્દીને સારવાર આપવામાં આવે તે બાબતે અપીલ પણ કરવામાં આવશે. તો પનાહ ફાઉન્ડેશન દ્વારા ઓટો એમ્બ્યુલન્સની સાથે સાથે દર્દીઓને ઘેર દવા પહોંચાડવી, ખાવાનું પહોંચાડવું જેવી સુવિધાઓ પણ આપવામાં આવે છે. જેમના માટે અલગથી 10 જેટલા લોકોની ટીમ રાખવામાં આવેલી છે. જે હોમ ક્વોરન્ટાઇન વાળા દર્દીઓને સેવા આપે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.