અમદાવાદઃ શહેરમાં લોકડાઉન જાહેર કરાયા બાદથી જ શહેરના રસ્તાઓ પર રીક્ષાઓ બંધ કરી દેવામાં આવી હતી. જો કે, 2 મહિનાથી બંધ રીક્ષા ચાલકોને હવે આજથી રાહત થઇ છે. સરકારની છૂટછાટ બાદ શહેરમાં રિક્ષાઓ ફરતી થઇ ગઇ છે, પરંતુ રીક્ષા ચાલકોને માત્ર 2 પ્રવાસીને બેસાડવાની પરવાનગી આપવામાં આવી છે.
આ અંગે રીક્ષા ચાલક અસલમ શેખે જણાવ્યું હતું કે, રીક્ષાના સંચાલન અંગે સરકારે આપેલી માર્ગદર્શિકાથી અમે ખુશ નથી. કારણ કે, રીક્ષામાં માત્ર 2 પ્રવાસીને બેસાડી શકાય છે. જે વધુ મુશ્કેલી પેદા કરે છે. આવામાં આપણે શું કમાઇશું અને શું ખાઇશું? આટલા ઓછા પ્રવાસી સાથે રીક્ષા કેવી રીતે ચાલશે? જો કોઈ પ્રવાસી સાથે તેમના માતા-પિતા અને નાના બાળકો હોય, તો શું તેમને બીજી રીક્ષા લેવી પડશે? આના માટે સરકારને કઈં કરવાની જરૂર છે.