અમદાવાદ: રાજ્યના નવા DGP તરીકે આશિષ ભાટીયાની સત્તાવાર રીતે નિમણુક કરવામાં આવી છે. ત્યારે કમિશનર તરીકે આશિષ ભાટીયાએ અમદાવાદ શહેર પોલીસ કમિશનર ચાર્જમાંથી મુક્ત થયાં છે.આશિષ ભાટીયાનું શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માન કરવામાં આવ્યું જે બાદ તેઓ અમદાવાદથી ગાંધીનગર જવા રવાના થયાં હતાં.
DGP તરીકે નિમણુક થતાં આશિષ ભાટીયાને કમિશનર કચેરીમાં ગાર્ડ ઓફ ઓનર અપાયું શહેર કમિશનર કચેરી ખાતે અમદાવાદ શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં. જે બાદ આશિષ ભાટીયા ગાંધીનગર DGP કચેરી ખાતે જવા રવાના થયાં હતાં. ગૃહ વિભાગ દ્વારા આવનાર અઠવાડિયામાં નવા અમદાવાદ પોલીસ કમિશનરની પણ નિમણૂક કરવામાં આવશે.DGP તરીકે નિમણુક થતાં આશિષ ભાટીયાને કમિશનર કચેરીમાં ગાર્ડ ઓફ ઓનર અપાયું