અમદાવાદ : ગુજરાતમાં આગામી નવેમ્બરમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. જો કે, કોરોનાની હાલની સ્થિતીની સમીક્ષા કરતા સ્થાનિક સ્વરાજની ચૂંટણી મોકુફ રાખવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા 6 મહાનગરપાલિકા, 55 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી રદ્દ કરવામાં આવી છે. આ તમામની મુદ્દત નવેમ્બરમાં પૂરી થઇ રહી છે.
રાજ્યમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે. પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની કામગીરી ખુબ જ જટીલ હોવાના કારણે અને કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને આ ચૂંટણી મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચૂંટણી પંચે આ અંગે જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે કે, આગામી 3 મહિના બાદ કોરોનાની સ્થિતીની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી 2015માં યોજાઇ હતી. જેની મુદ્દત ડિસેમ્બરમાં પૂર્ણ થઇ રહી છે.
કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પાછી ખેંચી લેવામાં આવી છે, એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બેવડી નીતિ જોવા મળી રહી છે. એક તરફ પેટા ચૂંટણી યોજવા જઇ રહી છે, તેમની રેલી યોજાય છે, તે બન્ને કોન્ટ્રોવર્સી છે. પ્રજાના તમામ કાર્યક્રમો, ઉત્સવો, ધાર્મિક કાર્યક્રમો, મેળાવડા, સ્મશાન યાત્રા, લગ્ન મહોત્સવ તે બધું બંધ, પરંતુ તેમના વરઘોડા ભારતીય જનતા પાર્ટીનો પ્રચારના ગરબા ગાવાના ઘોડે ચઢવાનું તે તમામ બસો ચાલુ છે. આ સાથે પેટા ચૂંટણી યોજાઇ રહી છે. કારણ કે, આ ચૂંટણી બંધ રાખી શકાય કે અમારા રાજ્ય સરકારનો નિર્ણય છે, પરંતુ અમારો કાર્યકર અને આજે પણ એટલો જ મજબૂત છે કે, આવતીકાલે ચૂંટણી કરવામાં આવે તો અમે તૈયાર છીએ, પરંતુ બકરી કી માં કબ તક ખેર મનાએગી જેવી પરિસ્થિતિ હાલ જોવા મમળી રહી છે.