અમદાવાદઃ અરવિંદ લિમિટેડે આ પરિવર્તનકારક એન્ટિ-વાઇરસ ટેકનોલોજી ભારતમાં પ્રસ્તુત કરવા માટે તાઇવાનની સ્પેશિયાલ્ટી કેમિકલ અગ્રણી મેસર્સ જિન્ટેક્સ કોર્પોરેશન સાથે સ્વિસ ટેક્સટાઇલ ઇનોવેશન લીડર HeiQ મટિરિયલ્સ AG સાથે જોડાણ કર્યું છે. સંશોધન દર્શાવે છે કે, વાઇરસ અને બેક્ટેરિયા બે દિવસ સુધી ટેક્સટાઇલની સપાટી પર એક્ટિવ રહે છે. HeiQ વાયરોબ્લોક સાથે નિર્મિત ગાર્મેન્ટ સક્રિયપણે વાયરસને દૂર રાખે છે અને કોન્ટેક્ટ થતાં એનો નાશ કરે છે, જેથી વસ્ત્ર મારફતે આ જીવલેણ વિષાણુઓના પ્રસારની શક્યતા લઘુતમ કરવામાં મદદ મળે છે.
અરવિંદ લિમિટેડની ઇન્ટેલિફેબ્રિક્સ બ્રાન્ડ હેઠળ એન્ટિ-વાઇરસ ફેબ્રિક્સ રજૂ કરવાની જાહેરાત - એન્ટિ વાયરલ ફેબ્રિક્સ
સામાન્ય રીતે ફેબ્રિક્સનો સંબંધ ફેશન સાથે છે, ત્યારે કોવિડ-19 કટોકટીનો સામનો કરતી દુનિયામાં આપણા તમામ લોકોને રોજિંદા જીવનમાં એન્ટિવાયરલ ફેબ્રિક્સની તાતી જરૂર છે. ભારતમાં ટેક્સટાઇલથી લઈને રિટેલ ક્ષેત્રમાં કાર્યરત અગ્રણી અરવિંદ લિમિટેડે આજે એની બ્રાન્ડ “ઇન્ટેલિફેબ્રિક્સ” અંતર્ગત ભારતમાં પહેલી વાર એન્ટિ-વાઇરસ ટેક્સટાઇલ ટેકનોલોજી લોંચ કરવાની જાહેરાત કરી હતી.