ETV Bharat / city

અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં,કાલે મફત વીજળી આપવા અંગે કરશે મોટું એલાન

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા દિલ્હીથી આવનારા નેતાઓની મુલાકાત (Arvind Kejriwal Gujarat Visit) વધી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ બાદ હવે અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal At Ahmedabad) અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેમણે અમદાવાદ એરપોર્ટ પર આવીને વાત કરતા ગુજરાતમાં વીજળી મફત આપવાની વાત કરી છે.

દિલ્લીના મુખ્યપ્રધાન અને AAP રાષ્ટ્રીય સંયોજક બે દિવસીય ગુજરાતની મુલાકાતે

author img

By

Published : Jul 3, 2022, 5:52 PM IST

Updated : Jul 3, 2022, 6:51 PM IST

અમદાવાદઃ રવિવારના રોજ દિલ્હીના CM અને આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ બે દિવસીય ગુજરાત (Arvind Kejriwal At Ahmedabad) પ્રવાસે આવ્યા હતા. બીજી તરફ PM મોદી પણ સોમવારે ગુજરાતના પ્રવાસે આવી (PM Narendra Modi At Ahmedabad) રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં (Gujarat Assembly Election) નેતાઓની ગુજરાત મુલાકાત દિવસે દિવસે વધી રહી છે. ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ રહ્યા છે. આ વખતેની વિધાનસભાની ચૂંટણીમાં (Aam Admi party Gujarat) દરેક પક્ષ લડી લેવાના મુડમાં છે. રવિવારે અમદાવાદના નરોડામાં આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ હતો. આમ આદમી પાર્ટીના પક્ષનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં આપના રાષ્ટ્રીય નેતા ઇસુદાન ગઢવી સહિત ઘણાં નેતાઓને મોટી જવાબદારી સોંપાઇ હતી.

દિલ્લીના મુખ્યપ્રધાન અને AAP રાષ્ટ્રીય સંયોજક બે દિવસીય ગુજરાતની મુલાકાતે

આ પણ વાંચોઃ મોરબીમાં વ્યાજના ચક્રમાં ફસાયેલ લોકો માટે હેલ્પલાઈન જાહેર

શપથ કાર્યક્રમઃ રવિવારે અમદાવાદમાં આપ પાર્ટીના સંગઠનમાં 7500 જેટલા પદાધિકારીઓનો શપથ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્યના બીજા સૌથી મોટા સંગઠનમાં 7500 પદાધિકારીઓને શપથ લેવડાવવા માટે અરવિંદ કેજરીવાલ દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા. આ પહેલા 1500 લોકોનું સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. જે નરોડા મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટમાં નવનિયુક્ત પદાધિકારીઓ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહી તમામ હોદ્દેદારોને શપથ અપાવ્યાં હતાં. તમામ કાર્યકરોએ જનતાની નિષ્ઠાપૂર્વક સેવા કરવી જોઈએ, આવનારી ચૂંટણીમાં પક્ષ ને મજબૂત સ્થિતિમાં મૂકવો જોઈએ અને પોતાના પદમુજબ સોંપાયેલ તમામ જવાબદારીઓ નિભાવવી જોઈએ. એ માટેના શપથ લેવાયા હતા.

આ પણ વાંચોઃ ચોમાસાની આફતોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે NDRF ની બટાલિયન 6 તૈયાર

વૈષ્ણોદેવી સર્કલ પાસે ખાસ કાર્યક્રમઃ તારીખ 4 જુલાઈના રોજ અરવિંદ કેજરીવાલ સવારે 11 વાગ્યે આપના મફત વીજળીના મુદ્દે વૈષ્ણવદેવી સર્કલ પાસે ટાઉન હોલ કાર્યક્રમ યોજશે. જેમાં ગુજરાતમાં ફ્રી વીજળી મુદ્દે તેઓ હોદ્દેદારો સાથે ચર્ચા કરશે. આ સાથે જ રાજ્યની અન્ય મહત્વની સમસ્યા પર વિસ્તૃત ચર્ચા કરશે. આ પછી તેઓ દિલ્હી જવા માટે રવાના થશે. દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે 27 વર્ષોથી ગુજરાતમાં ભાજપથી લોકો હેરાન અને ત્રાસી ગયા છે, પહેલા પણ કોંગ્રેસ લોકોએ ભરોસો મુક્યો વોટ આપ્યા તેમ છતાં તેઓ સરકાર બનાવી શકી ન હતી.

Last Updated : Jul 3, 2022, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.