અમદાવાદઃ ગુજરાતમાં આવેલા આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પ્રજાને ફરી એકવખત મોટી ગેરેન્ટી (Arvind Kejriwal target BJP) આપી હતી. પોતાના સંબોધન બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કોંગ્રેસ અને ભાજપ (Arvind Kejriwal Ahmedabad visit) પર ટોણા માર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હું તે વિસ્તારમાં ગયો એ વિસ્તારમાં કોઈ નેતા મત માંગવા પણ નથી આવતા. તો પછી કામ કરવા કેવી રીતે આવશે. એક લાંબા સમય બાદ કોઈ નેતા એમના વિસ્તારમાં આવ્યા હતા. ભાજપના લોકોને ખૂબ જ ઈગો આવી ગયો છે. અભિમાન આવી ગયું છે.
સરળ છે જીતઃ કેજરીવાલે ઉમેર્યું હતું કે, ભાજપના લોકો એક ઈગોમાં જીવે છે. મત માંગવાની એમને શું જરૂર છે? પણ હું તો પ્રજાનો માણસ છું. અમે પ્રજાની વચ્ચે રહીએ છીએ. મેં એક રીક્ષા ચાલકના ઘરે જમવાનું લીધું એમા એમને ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ ગઈ હતી. હું તો અપીલ કરૂ છું કે, તમે પણ પ્રજાની વચ્ચે જાવ અને જમો. ખબર પડશે કે પ્રજાની મુશ્કેલી શું છે. મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે, મોદીજી પછી તેઓ સોનિયા ગાંધીને PM કેન્ડિડેટ બનાવી રહ્યા છે. ભાજપવાળા. એમના પણ સવાલ કરો. હું જે પ્રશ્નો કરી રહ્યો છું એ સવાલ એમને પૂછજો.
ભાજપને સવાલઃ કેજરીવાલે ત્યાં સુધી ઉમેર્યું કે, તમે ભાજપની સભામાં જાવ ત્યારે એમના આ મારો સવાલ કરજો. એવું પૂછજો કે, કેજરીવાલો એવો આરોપ છે કે, તમે મોદીજી પછીના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સોનિયા ગાંધીને આગળ કરી રહ્યા છો. આ મુદ્દે એ શું પ્રશ્ન કરશે.