- કેનેરા બેન્કના ATM સિસ્ટમ સાથે ચેડાં કરીને છેતરપિંડી આચરતી ગેંગના આરોપીની ધરપકડ
- સિસ્ટમ સાથે ચેડાં કરીને લાખો રૂપિયાની કરી છેતરપિંડી
- હરિયાણાના પલવલ ખાતેથી આરોપીની ધરપકડ
અમદાવાદઃ કેનેરા બેંકના ATMની કોમ્પ્યુટર સિસ્ટમ સાથે છેડા કરી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને છેતરપિંડી કરતી ગેંગના એક આરોપીને હરિયાણા પલવલ ખાતેથી સાયબર ક્રાઈમે ઝડપી પાડયો છે. આરોપીએ ઓનલાઈન શોપિંગ વેબસાઈટ ઉપરથી કોઈ એક કંપનીના એટીએમની ડુપ્લીકેટ ચાવી મંગાવી સ્ક્રીન લોક ખોલી પોતાના જ અલગ-અલગ વ્યક્તિના બેંકના ડેબિટ કાર્ડ દ્વારા નાણા ઉપાડતો હતો. નાણા એટીએમમાંથી ઉપાડતી વખતે પાવર સ્વીચ બંધ કરી પાવર કેબલ ખેંચી ટ્રાન્જેક્શન લોગ બેંકની એન્ટ્રી પડતી ન હતી જેથી ઉપડેલા નાણાં નીકળેલા નથી કહીને બેંક પાસેથી રિફંડ પણ લેતા હતા, અનેક વાર આવું થવાથી બેંકને શક થતા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
5 થી 7 ગેંગ સક્રિય હોવાનું અનુમાન
આ સમગ્ર મામલે પોલીસને પાંચથી સાત ગેંગ સક્રિય હોવાનું અનુમાન છે અને સાથે પચીસ-ત્રીસ લોકો આ કામ કરી રહ્યા હોવાનું અનુમાન છે. ત્યારે પોલીસે છટકું ગોઠવીને આરોપી મહંમદ રાશિદ નિયાઝ મોહમ્મદની પલવલ રેલવે સ્ટેશન ખાતેથી ધરપકડ કરી હતી.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
આરોપી માત્ર હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું છે અને તે કરિયાણાની દુકાન પણ ચલાવે છે. ત્યારે બીજા અન્ય સાગરીતોને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.