- એમ. જે લાઇબ્રેરી બજેટ મંજૂર કરાયું
- રૂપિયા 15.32 કરોડનું બજેટ મંજૂર કરાયું
- મેયરની અધ્યક્ષતામાં લેવાયો નિર્ણય
અમદાવાદઃ એમ.જે લાયબ્રેરીનું રૂપિયા 15.82 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. ગ્રંથપાલ બી.જે.મોદીએ વર્ષ 2021-22નું રૂપિયા 15.32 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. જેમાં મેયર કિરીટ પરમારની અધ્યક્ષતામાં મળેલી બજેટ સભામાં 50 લાખનો વધારો કરી રૂપિયા 15.82 કરોડનું બજેટ કરવામાં આવ્યું છે. બજેટમાં રૂપિયા 20 લાખના ખર્ચે એમ.જે લાયબ્રેરી અને સંલગ્ન લાયબ્રેરીઓને સંપૂર્ણપણે એરકડિશનર કરવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત ઈ-લાયબ્રેરી માટે આધુનિકરણ માટે રૂપિયા 20 લાખ અને એમ.જે લાયબ્રેરી અને તેને સંલગ્ન લાયબ્રેરીઓની સુવિધાઓના પ્રચાર માટે રૂપિયા 10 લાખ ખર્ચવામાં આવશે.
આ પણ વાંચોઃ અરવલ્લી જિલ્લાના છેવાડાના ગામડામાં લાઇબ્રેરી શરૂ કરાઇ
લાયબ્રેરીમાં દરરોજ સરેરાશ 2 હજાર લોકો વાંચન માટે આવે છે
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એમ.જે લાયબ્રેરી અને તેને સંલગ્ન લાયબ્રેરીઓમાં દરરોજ સરેરાશ 2000 લોકો વાંચન માટે આવે છે. ઉનાળામાં અસહ્ય ગરમી હોય છે. વાંચનમાં ગરમીનો એહસાસ ન થાય તેના માટે ક્રમશ લાયબ્રેરીઓને સેન્ટ્રેલી એસી ફિટ કરવામાં આવશે. એમ.જે. લાઇબ્રેરીને સ્માર્ટ લાયબ્રેરી બનાવવા માટે કિઓસ્ક મશીન, કમ્પ્યુટર સિસ્ટમ સાથે ઈ-બુક રીડર, લાયબ્રેરી વેબ પોર્ટલ, વેબ ઓપેક, RFID સિસ્ટમ શરૂ કરવામાં આવશે.
LEDથી પ્રચાર પ્રસાર માટે રૂપિયા 10 લાખની જોગવાઈ કરાઈ
આગામી મહિનાથી ઈશ્યુ રિટર્ન, રિન્યુઅલ, રિઝર્વેશન અને મેમ્બરશીપ જેવી સુવિધાઓ લાયબ્રેરી નેટવર્કના માધ્યમથી ઓનલાઇન પુરી પાડવામાં આવશે. જેના માટે રૂપિયા 20 લાખ ખર્ચ કરાશે. એમ.જે લાયબ્રેરીમાં પ્રવેશ કરતાં જ સંસ્થામાં આપવામાં આવતી વિવિધ સેવાઓથી અવગત કરવા અને બહારના ભાગે LEDથી પ્રચાર પ્રસાર માટે રૂપિયા 10 લાખની જોગવાઈ કરવામાં આવી છે.