અમદાવાદઃ પશ્ચિમ રેલવેના પ્રમુખ, મુખ્ય સુરક્ષા આયુક્ત અને રેલ સુરક્ષા બળના ઇન્સ્પેકટર જનરલનું પદ પ્રવીણ ચંદ્ર સિંહાએ સંભાળ્યું છે. પ્રવીણ ચંદ્ર સિન્હા 1991 બેચ ઓફ સિવિલ સર્વીસના વરિષ્ઠ અધિકારી છે. તેમણે આઈઆઈટી કાનપુરથી બી.ટેકની ડીગ્રી ઉપરાંત એમબીએ અને એલએલબી પણ કર્યું છે.

પ્રવીણ ચંદ્ર સિંહાને વર્તમાનની નિયુકતી પૂર્વે ભારતીય રેલવેના વિભિન્ન મહત્વપૂર્ણ પદો પર કાર્ય નિર્વાહનો અનુભવ છે. તેમણે 2005 થી 2006 સુધી કોસોવોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનામાં પણ કાર્ય કર્યું છે. તેમની સેવાઓને લઈ તેમને અનેક પદકો પણ મળ્યા છે. આ ઉપરાંત તાજેતરમાં જ પશ્ચિમ રેલવેના સચિવ રવિન્દ્ર ભાકરને સેન્ટ્રલ ફિલ્મ સર્ટિફિકેટમાં નિયુક્તિ મળતાં, નવા સચિવ તરીકે સચિન અશોક શર્માની નિયુક્તિ કરાઈ છે.