અમદાવાદઃ કોરોના કાળ દરમિયાન જેલમાં સંક્રમણ ફેલાતું અટકાવવા માટે રાજ્ય સરકારે વચગાળાના જામીન પર બહાર આવેલા કેદીઓની વચગાળા જામીન 31મી ઓક્ટોબર સુધી લંબાવી દેવાની માગ કરી છે. મોટાભાગના કાચા કામના કેદીઓને જેમની હાલ ટ્રાયલ નજીક નથી તેમને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યાં હતાં. જો કે જો તેઓ ફરીવાર જેલમાં સરેન્ડર થાય તો સંક્રમણ ફેલાવાની શક્યતાને પગલે તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા અરજી દાખલ કરી છે.
નોંધનીય છે કે ગુજરાત હાઇકોર્ટની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં કાચા કામના કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યાં હતાં. અગાઉ આ મુદ્દે જાહેર હિતની અરજી પણ દાખલ કરવામાં આવી હતી. પરંતુ ચીફ જસ્ટિસે આ નિર્ણય ગુજરાત હાઈકોર્ટની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા લેવામાં આવશે તેમ કહી અરજીનો નિકાલ કર્યો હતો.હાઈકોર્ટે આરોપીઓના વચગાળાના જામીન 31 ઓક્ટોબર સુધી લંબાવ્યા - jail
કોરોનાકાળ દરમિયાન જેલમાં વધુ સંક્રમણ ન ફેલાય તેના માટે વચગાળાના જામીન લંબાવવામાં આવે તેવી માગ સાથે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરાઇ છે. હાઈકોર્ટે આરોપીઓના વચગાળાના જામીન 31 ઓક્ટોબર સુધી લંબાવ્યા છે.
જેલમાં સંક્રમણ અટકાવવા વચગાળાના જામીન લંબાવવાની હાઈકોર્ટમાં અરજી
અમદાવાદઃ કોરોના કાળ દરમિયાન જેલમાં સંક્રમણ ફેલાતું અટકાવવા માટે રાજ્ય સરકારે વચગાળાના જામીન પર બહાર આવેલા કેદીઓની વચગાળા જામીન 31મી ઓક્ટોબર સુધી લંબાવી દેવાની માગ કરી છે. મોટાભાગના કાચા કામના કેદીઓને જેમની હાલ ટ્રાયલ નજીક નથી તેમને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યાં હતાં. જો કે જો તેઓ ફરીવાર જેલમાં સરેન્ડર થાય તો સંક્રમણ ફેલાવાની શક્યતાને પગલે તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા અરજી દાખલ કરી છે.
નોંધનીય છે કે ગુજરાત હાઇકોર્ટની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં કાચા કામના કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યાં હતાં. અગાઉ આ મુદ્દે જાહેર હિતની અરજી પણ દાખલ કરવામાં આવી હતી. પરંતુ ચીફ જસ્ટિસે આ નિર્ણય ગુજરાત હાઈકોર્ટની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા લેવામાં આવશે તેમ કહી અરજીનો નિકાલ કર્યો હતો.ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ પ્રમાણે જે કેદીનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવે તો જ તેને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવે છે અને પાકા કામના કેદી હોય તો સરેન્ડર વખતે પણ તેનો કોરોના ટેસ્ટ કર્યા બાદ જ તેને જેલમાં મોકલવામાં આવે છે.
Last Updated : Sep 3, 2020, 9:54 PM IST