ETV Bharat / city

ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી કરવા એડવોકેટ એસોસિએશનની રજૂઆત - Association for direct hearing

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે. વકીલો દ્વારા ચીમકી આપવામાં આવી છે કે, જો 9 તારીખ બાદ પ્રત્યેક સુનાવણી શરૂ નહીં થાય તો ઓનલાઇન સુનાવણીનો પણ બહિષ્કાર કરવામાં આવશે.

હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી કરવા એડવોકેટ્સ એસોસિએશનની રજૂઆત

author img

By

Published : Jul 14, 2021, 10:31 PM IST

Updated : Jul 15, 2021, 12:05 PM IST

  • હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવા વકીલોની રજૂઆત
  • 14 મહિનાથી કોર્ટમાં ચાલી રહી છે અપ્રત્યક્ષ સુનાવણી
  • ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને યોજી હતી બેઠક

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવા આજે બુધવારે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને રજૂઆત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો થયો છે, ત્યારે મોટાભાગના ક્ષેત્રોમાં મુક્ત વેપાર કરવાની છૂટ મળી છે. આથી, ગુજરાત હાઈકોર્ટમાં પણ પ્રત્યક્ષ સુનાવણી શરૂ થાય તે માટેની રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો: સાણંદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારનું અવસાન થતા બાય ઇલેક્શન યોજવા હાઇકોર્ટનો આદેશ

એસોસિએશને બોલાવી હતી બેઠક

ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યેક સુનાવણી શરૂ થાય તે માટે મંગળવારના રોજ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની બેઠક બોલાવી હતી જેમાં, ચીફ જસ્ટિસને પત્ર લખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. બેઠક દરમિયાન વકીલોનું કહેવું હતું કે, તેમના અસીલોના કેસમાં નંબર આવી ગયા પછી પણ કેસ બોર્ડ પર આવતો નથી. આ ઉપરાંત, ઘણા બધા કેસ પણ અટવાઈ ગયા છે. વધુમાં વકીલોએ ચીમકી ઉચ્ચારી હતી કે, જો 19 તારીખ પછી પ્રત્યેક સુનાવણી શરૂ નહીં થાય તો ઓનલાઇન સુનાવણીનો પણ બહિષ્કાર કરવામાં આવશે. આ સામે આજે બુધવારે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશને ચીફ જસ્ટિસને પત્ર રજૂ કર્યો હતો.

આ પણ વાંચો: Gujarat High Court એ સરકારની કાઢી ઝાટકણી, કયા અધિકારી અથવા બિલ્ડર સામે પગલાં લેવાયાં?

14 મહિનાથી હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી નહી

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 14 મહિનાથી ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી નથી થઈ રહી. હવે જ્યારે ગુજરાતમાં દૈનિક 30થી ઓછા કેસો નોંધાઈ રહ્યા છે અને અમદાવાદમાં તો એક સંખ્યામાં જ કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે નામદાર હાઈકોર્ટમાં પણ પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવી જોઇએ.

Last Updated : Jul 15, 2021, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.