ETV Bharat / city

અમદાવાદમાં અપરા એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાનો શણગાર - AHMEDABAD NEWS UPDATES

વૈશાખ વદ અગિયારસ જેને અપરા એકાદશી કહેવાય છે. અપરા એકાદશી જલક્રિડા, ભદ્રકાળી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. પુણ્ય અપાનારી આ એકાદશીનું વ્રત કરવાથી અનેક પાપનો નાશ થાય છે તેમ વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યું છે.

અપરા એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાનો શણગાર

author img

By

Published : Jun 6, 2021, 2:51 PM IST

  • આજે અપરા એકાદશી
  • અમદાવાદના મણિનગરમાં સ્વામિનારાયણ ભગવાનને ચંદનના કલાત્મક શણગાર
  • ભક્તોએ વિશ્વ કલ્યાણ માટે કરી પ્રાર્થના

અમદાવાદ: અપરા એકાદશી કરવાથી બ્રહ્મ હત્યામાંથી મુક્તિ મળે છે. આ એકાદશીના દિવસે ભગવાનને કાકડી ઘરાવાનો સવિશેષ મહિમા છે. અપરા એકાદશીના મહાભયનું વર્ણન બ્રહ્માંડ પુરાણમાં સવિશેષ કરવામાં આવેલું છે. આ અપરા એકાદશીને મહાપુણ્યપ્રદા અને મહાપાપનાશિની કહેવામાં આવે છે. અપરા એકાદશી અમિત ફળ આપનારી છે. આ દિવસે જે ઉપવાસ કરે છે તેને સંસારમાં યશ, કિર્તિ અને ધન પ્રાપ્ત થાય છે. જેને પુત્રના હોય તેને પુત્રની પણ પ્રાપ્તિ થાય છે. બ્રહ્મ હત્યારો, ગૌ હત્યારો, ભૃણ હત્યારો, પરનિંદક, અને પરસ્ત્રી ગમન કરનારા પણ અપરા એકાદશીનું વ્રત કરીને પાપથી મુક્ત થાય છે.

શું લખ્યું છે આ વિશે વચનામૃતમાં?

સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં જણાવાયું છે કે આ એકાદશી જે કરે છે તે આલોક અને પરલોકમાં સુખી થાય છે. જેમ કોઈ શાહુકારે હુંડી લખી હોય ત્યારે તેમાં રૂપિયા દેખાતા નથી, પણ તેને વટાવામાં આવે છે, ત્યારે રૂપીયાનો ઢગલો થાય છે. તેવી રીતે એકાદશી વ્રત કરનારા સુખી થાય છે. જે એકાદશી કરે છે તેને સ્વામિનારાયણ ભગવાન અંતકાળે દર્શન આપીને અક્ષરધામમાં પણ લઈ જાય છે.

આ પણ વાંચો: 195 વર્ષમાં પહેલી વાર સુરતીઓ ભગવાન સ્વામિનારાયણની પાઘડીના દર્શન કરી શકશે નહીં

હેરિટેજ સિટીમાં સ્વામિનારાયણ ભગવાનના અનેક ભક્તો

ગુણવંતી ગૂર્જર ભૂમિના મહાનગર હેરીટેજ સિટી અમદાવાદના દક્ષિણે આવેલા મણિ સમ સોહતા મણિનગરમાં લાખો શ્રદ્ધાળુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર સ્વામિનારાયણ મંદિર છે. તેમાં બિરાજમાન સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજને અપરા એકાદશીના શુભ દિને શીતળ ચંદનના કલાત્મક વાઘાનો નયનરમ્ય શણગાર ધારણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ભગવાન સ્વામિનારાયણ દ્વારા રચિત શિક્ષાપત્રીની આજે જયંતિ

સ્વામિનારાયણ ભગવાનની વિશિષ્ટ આરતી

ભૂમંડળ સ્થિત સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં દર્શન દાન આપતા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, ઘનશ્યામ મહારાજ, હરીકૃષ્ણ મહારાજને ચંદનના વાઘાના વિશિષ્ટતા સભર શણગાર ધરાવ્યા હતા. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે અવિસ્મરણીય ચંદનના કલાત્મક શણગારમાં અભયદાન અર્પતા સ્વામિનારાયણ, ભગવાન ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજની શણગાર આરતી ઉતારી હતી. સ્વામિનારાયણ મંદિર, મણિનગરથી લાઇવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.