- BAPS સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટનો ભોગ ધરાયો
- મંદિરમાં નિયમોનું પાલન કરાવવા સ્વયંસેવકો ખડેપગે
- ઘરે બેઠા ઓનલાઈન દર્શન કરવાની પણ વ્યવસ્થા
અમદાવાદઃ સ્વામિનારાયણ મંદિરમાં દર વર્ષે દિવાળી બાદ આવતા નવા વર્ષના દિવસે ભગવાનને અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો હતો, પરંતુ આ વર્ષે કોરોના વાઈરસની મહામારી વચ્ચે સંક્રમણના ફેલાય તે માટે ભક્તોને દર્શન કરવા માટે અદ્ભુત વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટનો ભોગ ધરાયો મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ અને અન્ય નિયમો માટે સ્વયંસેવકોની હાજરીશહેરના શાહીબાગ ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં દર વર્ષની જેમ પરંપરાગત રીતે અન્નકૂટનો ભોગ ભગવાનને ધરાવવામાં આવ્યો હતો. ત્યારે લોકો અન્નકૂટના દર્શન કરી શકે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના ભાગરૂપે મંદિરના પાર્કિંગથી લઈને દર્શન સુધી સ્વયં સેવકો ખડે પગે હાજર હતા. કોઈપણ જગ્યાએ ભીડ ના થાય અને દર્શન કરીને લોકો જલ્દીથી પરત ફરે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી..અલગ અલગ વિસ્તારના ભકતો માટે દર્શનનો સમય અલગ ભક્તો દર્શન કરવા આવતા હોય તે એક સાથે ન આવે તે માટે અલગ અલગ વિસ્તાર માટે અલગ અલગ સમય ફાળવવામાં આવ્યો હતો, જેથી ભીડ ભેગી ન થાય અને કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાવાની શક્યતા ઘટી શકે. સવારે 8 વાગ્યાથી લઈને મોડી સાંજ સુધી દર્શન થઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.ઘરે બેઠા ઓનલાઈન દર્શન પણ થઈ શકેજે લોકો મંદિર ના આવી શકતા હોય તે મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ઓનલાઈન દર્શન કરી શકે તે માટે BAPSની વેબસાઈટ અને યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યું હતું. સમગ્ર મંદિરના દ્રશ્યો પણ ઓનલાઈન જોઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
મણિનગરના સ્વામિનારાયણ મંદિર ખાતે પણ અન્નકૂટનો ભોગ
શહેરના માત્ર BAPS પરંતુ મણિનગર ખાતેના સ્વામિનારાયણ મંદિર ખાતે પણ અન્નકૂટનો ભોગ ભગવાનને ધરવવામાં આવ્યો હતો. ત્યાં પણ આ પ્રકારની અદભુત વ્યવસ્થા કરવામાં આવી હતી.