અમદાવાદ: ચાલુ ચોમાસાની સિઝનમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સિઝનની સરેરાશનો સૌથી વધુ એટલે કે 46.10% વરસાદ પડ્યો છે, જ્યારે દસક્રોઈ તાલુકામાં આ પ્રમાણ સૌથી ઓછું એટલે કે 19.76% છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 232 મીલીમીટર વરસાદ નોંધાયો છે. જિલ્લામાં આ સિઝનમાં સૌથી વધુ વરસાદ ધોળકા તાલુકામાં 342 મીલીમીટર જેટલો નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ વિરમગામ તાલુકામાં 174 મીલીમીટર નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં દસક્રોઈ તાલુકામાં 11 મીલીમીટરને બાદ કરતાં એક પણ તાલુકામાં વરસાદ થયો નથી.