- અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ
- મેમકો પાસે મકાનમાં મહિલાના ગુપ્તભાગમાં અને શરીરના બીજા ભાગમાં જ્વલનશીલ પ્રવાહી છાંટીને કરવામાં આવી હત્યા
- પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી
અમદાવાદ: શહેરકોટડા વિસ્તારમાં આવેલા મેમકો પાસેના મકાનમાં અત્યંત દુર્ગંધ આવી રહી હતી, જેથી પડોશી અને સ્વજનોએ રૂમનો દરવાજો ખોલ્યો હતો તો ત્યા મહિલાનો મૃતદેહ મળ્યો હતો. જેના કારણે વિસ્તારમાં ભય ફેલાયો હતો. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન જણાવા મળ્યું કે, આ મહિલાના ગુપ્ત ભાગમાં અને શરીરના બીજા ભાગમાં જ્વલનશીલ પ્રવાહી છાંટીને ઇજા પહોંચાડવામાં આવી હતી. જેના કારણોસર આ મહિલાનું મોત થયું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. જો.કે હાલ પોલીસે મહિલાની હત્યા થઈ હોવાનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
GCS હોસ્પિટલમાં મહિલા કરતી હતી કામ
મેમકો વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રહેતી મહિલા GCS હોસ્પિટલમાં નોકરી કરતી હતી. મહિલા છેલ્લા 6 વર્ષથી તેના પતિથી અલગ રહેતી હતી. આ દરમિયાન મહિલાના કોઈ યુવક સાથે આડાસંબંધ પણ જોવાનું પોલીસને જાણવા મળ્યું છે.જો.કે અચાનક મહિલાની હત્યા થતા દોડધામ મચી ગઇ છે.
આ પણ વાંચો : આજથી રાજ્યમાં ધોરણ 6 થી 8ની શાળાઓ શરૂં, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
રૂમનો દરવાજો ખોલતા જ પલંગ પર મહિલાનો મૃતદેહ મળી આવ્યો
મહિલાના રૂમમાંથી અત્યંત દુર્ગંધ આવતી હતી. જેને લીધે મકાનમાલિકે તેમના સ્વજનને જાણ કરી હતી. આ દરમિયાન લોકોએ રૂમનો દરવાજો તોડ્યો હતો તો પલંગ પર મહિલાનો મૃતદેહ પડ્યો હતો. જેને જોતા આસપાસમાં દોડધામ મચી ગઇ હતી. પાડોશી લોકોએ મહિલાને જોતાં જ મહિલાના માથામાં ઇજા હતી અને લોહી સુકાઈ ગયું હતું. મહિલાને મૃત અવસ્થામાં જોતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચતા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેના ગુપ્ત ભાગમાં જ્વલનશીલ પ્રવાહી છાંટીને ગૃપ્તાગં બાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકીનું અપહરણ
પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી
સમગ્ર ઘટનાને લઈ પોલીસે હાલ હત્યાનો ગુન્હો દાખલ કર્યો છે. પોલીસને પ્રાથમિક અનુમાન પ્રમાણે હત્યા મહિલાના બોયફ્રેન્ડ દ્વારા કરવામાં આવી હોઈએ શકે છે. જેને લઈ પોલીસે હાલ મૃતક મહિલાનો મોબાઈલ અને અન્ય આધાર પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું છે. હાલ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. હાલ પોલીસે મહિલાના બોયફ્રેન્ડની પણ તપાસ શરૂ કરી છે.