- નાસાએ 15 ઓક્ટોબરે તેની વેબસાઇટ પર નામ મુક્યુ
- 32,16,35,422 કિમી સૂર્યથી દૂર છે આ લઘુગ્રહ
- 9 મહિના સુધી વિદ્યાર્થીઓએ તેના પર રિસર્ચ કર્યું
- MNM0101 લઘુ ગ્રહનું નામ આપવામાં આવ્યું
- ભવિષ્યમાં આ ગ્રહ પર પણ મિશન થાય તો નવાઈ નહીં
અમદાવાદ: એમ.જી.સાયન્સના જીઓલોજીના ત્રીજા વર્ષમાં ભણતા નિરવ વાઘેલા, મૈત્રી મહેશ્વરી, મુંઝાલ યાદવે લઘુ ગ્રહ શોધ્યો છે. IASC- NASA ASTEROID HUNTING COMPETITION નામની વૈશ્વિક સ્પર્ધામાં 20 સપ્ટેમ્બરે તેમને આ રિસર્ચ કરીને નાસા (NASA) માં મોકલ્યું હતું. 9 મહિના સુધી આ વિદ્યાર્થીઓએ તેના પર રિસર્ચ કર્યું હતું અને પહેલીવાર તેમને આ લઘુગ્રહ (Asteroid) શોધ્યો. જેવી રીતે ચંદ્ર પર રિસર્ચ થાય છે તેમ આ લધુગ્રહ પર પણ આગામી સમયમાં રિસર્ચ થઈ શકે છે.
પ્રાથમિક દ્વષ્ટિએ શોધાયેલા 4000 લઘુગ્રહોમાંથી ભ્રમણ કક્ષામાં સમય નક્કી થયો હોય એવો આ એક જ ગ્રહ
આખા વિશ્વમાં આ વર્ષે 4000 પ્રાથમિક દ્વષ્ટિએ લઘુગ્રહો (Asteroids) શોધાયા હતા. 9 મહિનાનો સમય આ ગ્રહ થયો હતો. એમાંથી 9 ને નાસા તરફથી માન્યતા વિશ્વ લેવલે મળી હતી. જેમાંથી એકનો જ ભ્રમણ કક્ષામાં સૂર્યથી અંતર અને પરિભ્રમણ ટાઈમ નક્કી થયો તેવો આ એક જ ગ્રહ હતો. જેથી નાસા (NASA) તરફથી આ કન્ફર્મેશન અમને આપવામાં આવ્યું હતું. જેનું નામ નક્કી કરવા માટે અમને નાસા તરફથી મેઈલ આવ્યો હતો. જેમાં આપણા દેશના ત્રણેય વિદ્યાર્થીઓના નામથી આ લઘુ ગ્રહને MNM0101 નામ આપવામાં આવ્યું છે.
2030 માં નાસા આ લઘુગ્રહ પર રિસર્ચ કરશે
નિરવ વાઘેલાએ કહ્યું કે, નાસાએ તાજેતરમાં મેઈલ કર્યો છે કે તે આ લઘુગ્રહ પર તેઓ રિસર્ચ કરશે. 2030 માં આ લઘુગ્રહ જુલાઈ મહિનામાં 12 તારીખે પૃથ્વીથી નજીક આવી શકે છે. ઘણા બધા પાસાઓ તેમાં કામ કરતા હોય છે. જેથી નાસા (NASA) તેના પર રિસર્ચ કરશે. 2030 માં તે પૃથ્વીથી નજીક આવવાનો હોવાથી તે જ વર્ષે નાસા તેના પર રિસર્ચ કરશે. જેમાં આ લઘુગ્રહ (Asteroid) માં શું છે, કયા ધાતુનો બન્યો છે, પૃથ્વીથી વધુ નજીક આવશે, કયા પ્રકારના પરિબળો સર્જાશે વગેરે બાબતે તેઓ રિસર્ચ કરશે.
નાસાએ તેની વેબસાઇટ પર લઘુગ્રહ વિશે આ વિગતો મૂકી
આ ગ્રહનું સૂર્યથી અંતર 2.15 એસ્ટ્રોનોમિકલ યુનિટ છે (au) જેટલું છે. એટલે કે 32,16,35,422 કિમી સૂર્યથી દૂર આ ગ્રહ આવેલી છે. જેમાં પૃથ્વીને એક પરીભ્રમણ પૂર્ણ કરવા માટે 365 દિવસ લાગે છે તેમ આ લઘુગ્રહ (Asteroid) ને 1,150 દિવસ લાગે છે. આ લઘુગ્રહનો SNR (સિગ્નલ ટુ નોઇસ રેશિયો) 5.8 આસપાસ છે. આ ગ્રહ વાયુનો બનેલો છે. જેમાં ધાતુનું પ્રમાણ ઓછું છે તેનું ઓફિશિયલ ID 2021 BC 5 છે. જેનું નામ M (મૈત્રી), N નિરવ, M (મુંઝાલ) 0101 રાખવામાં આવ્યું છે. આ તમામ વિગત નાસાએ તેની વેબસાઈટ પર મૂકી છે તેમ નિરવે જણાવ્યું હતું.
B.Sc. પણ પાસ કરવાનું બાકી છે તેવા વિદ્યાર્થીઓએ ગ્રહ શોધ્યો
આ અંગે એમ.જી.સાયન્સના પ્રિન્સિપાલ વિવેક ઉપાસનીએ કહ્યું કે, વિદ્યાર્થીઓએ આ લઘુગ્રહ શોધ્યો છે. જેને નાસા (NASA) એ માન્યતા આપી છે. 2030 માં સ્ટડી કરવા ઇન્કલુડ પણ નાસાએ કર્યો છે. B.Sc. પણ પૂરું થવાનું બાકી છે તેવા આ વિદ્યાર્થીઓએ આ લઘુગ્રહ શોધ્યો છે. બહુ ઓછા રીસોર્સ હોવા છતાં પણ આ વિદ્યાર્થીઓએ આ કામ કર્યુ છે જે ખરેખર સારી વાત છે.
આ પણ વાંચો: જાણો Matana Madh પાસે આવેલ Planet Mars જેવી 3થી 4 વર્ગ કિલોમીટરની રંગીન ભૂમિ વિશે
નાસાએ ઓફિશિયલ લઘુગ્રહનું લાયસન્સ અને સર્ટિ મેઈલ તરીકે મોકલ્યા
નાસાને 20 સ્પ્ટેમ્બરે રિસર્ચ તૈયાર કરીને મોકલાયું. જે ઓક્ટોબરમાં ફાઇનલ થયુ હતું. નાસા તરફથી ઓફિશિયલ લઘુગ્રહ (Asteroid) નું લાયસન્સ અને સર્ટિ મેઈલ તરીકે મળ્યા હતા. આ સર્ટિમાં નાસા દ્વારા જુનિયર સિટીઝન સાયન્ટિસ્ટનું બિરૂદ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે. આ લઘુગ્રહ એક મહિના પહેલા શોધી વિદ્યાર્થીઓએ મોકલ્યો હતો.
નાસાની પ્રયોગશાળા JPL માં 3D વ્યું સાથે આ ગ્રહ જોઈ શકાય છે
નિરવ વાઘેલાએ કહ્યું કે, આ લઘુગ્રહની ભ્રમણ કક્ષા મંગળ અને ગ્રૂરુ ગ્રહ વચ્ચે છે. નાસાની પ્રયોગશાળા JPL માં 3D વ્યું સાથે આ ગ્રહ મુકેલો છે. ભવિષ્યમાં નાસા આ લઘુગ્રહ (Asteroid) પર મિશન કરી શકે છે. આ લઘુગ્રહ પૃથ્વીની ક્યારે નજીક આવશે, ક્યારે પૃથ્વી પાસેથી પસાર થશે, જે રીતે ચંદ્ર પર યાન મોકલ્યા છે તેમ ભવિષ્યમાં આ ગ્રહ પર પણ મિશન થઈ શકે છે.
આ પણ વાંચો: મંગળ ગ્રહ અને કચ્છના માતાના મઢ વચ્ચે શું છે સામ્યતા? જાણો વિગત
આ પ્રકારની સ્પર્ધામાં સાયન્સના વિદ્યાર્થીઓ આ રીતે ભાગ લઈ શકે છે
નાસા તેની વેબસાઈટ પર રજિસ્ટર ફોર્મની માહિતી મૂકે છે, જેમાં રજિસ્ટર કરવાનું હોય છે. વર્ષ દરમિયાન અવારનવાર આ પ્રકારની સ્પર્ધા થાય છે. જેમાં ફ્રીમાં ભાગ લઈ શકાય છે. 3000 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં તેઓ એકથી વધુ ગ્રહો શોધી નાસાને મેઈલ થકી મોકલે છે. સ્પેશિયલ ટેલિસ્કોપ એવા પાન સ્ટાર ટેલિસ્કોપના લીધેલા ડેટા નાસા દ્વારા મોકલવામાં આવે છે. જેમાં એસ્ટ્રોમેટ્રિક સોફ્ટવેર થકી વિસ્લેષ્ણ કરવાનું હોય છે. જેમાંથી ઇમેજ પ્રોશેશિંગની ટેકનિક સહીતની અન્ય ટેકનિક અને અભ્યાસનો ઉપયોગ કરી લઘુગ્રહ શોધવાના હોય છે.