અમદાવાદઃ કોંગ્રેસના શહેર પ્રમુખ શશીકાંત પટેલે જણાવ્યું હતું કે, ચાંદખેડામાં નશીલા દ્રવ્યોનું ચલણ વધ્યું છે અને તેમને ફરિયાદ મળી હતી કે ચાંદખેડામાં એક વાલીનો પુત્ર નશાના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યો છે, તેની ઉપર તેઓ પોલીસ અને સરકારને રજૂઆત કરે. તેથી તેઓ આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યાં હતાં. પોલીસ કમિશનરે તેમને આ મુદ્દા ઉપર યોગ્ય પગલાં ભરવા અને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
શહેરમાં યુવાનો નશાના રવાડે ચઢતાં કોંગ્રેસ દ્વારા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર અપાયું ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી નજીક ગુલબાઈ ટેકરા, સેટેલાઈટ પોલીસ સ્ટેશનની સામે રામદેવનગરની ઝૂંપડપટ્ટી, કાલુપુર, દરિયાપુર, શાહીબાગ અને ચાંદખેડા જેવા વિસ્તારમાં ખુલ્લેઆમ ગાંજો અને ચરસ જેવા નશીલા દ્રવ્યો વેચાઇ રહ્યાં છે, પરંતુ તેની ઉપર પોલીસ પગલાં ભરી રહી નથી.શહેરમાં યુવાનો નશાના રવાડે ચઢતાં કોંગ્રેસ દ્વારા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર અપાયું આવેદનપત્ર આપવા કોંગ્રેસના શહેર પ્રમુખ શશીકાંત પટેલ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્મા ચાંદખેડાના કોર્પોરેટર સહિત અન્ય કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.