ETV Bharat / city

AMTS Budget 2022: અમદાવાદ મ્યુનિસપિલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું 536.14 કરોડનું બજેટ થયું મંજૂર

author img

By

Published : Jan 27, 2022, 10:06 PM IST

આજે ગુરુવારે AMTSનું વર્ષ 22-23નું (AMTS Budget 2022)શહેરના મેયર તેમજ મ્યુનિસિપલના શાસક પક્ષના નેતાઓની ઉપસ્થિતિમાં બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. જે કમિટી દ્વારા 536.14 કરોડ મંજૂર કરવામાં આવ્યું છે.

AMTS Budget 2022: અમદાવાદ મ્યુનિસપિલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું 536.14 કરોડનું બજેટ થયું મંજૂર
AMTS Budget 2022: અમદાવાદ મ્યુનિસપિલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું 536.14 કરોડનું બજેટ થયું મંજૂર

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું વર્ષ 22-23નું બજેટ (AMTS Budget 2022) આજે જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં જમાલપુર સ્થિત મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ ઓફિસે આજે ગુરુવારે શહેરના મેયર તેમજ મ્યુનિસિપલના શાસક પક્ષના નેતાઓની ઉપસ્થિતિમાં બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. 2022-23ના ટ્રાન્સપોર્ટ બજેટ ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રૂ 529.14 કરોડ રજૂ કરવામાં આવ્યું હતું જે કમિટી દ્વારા 7 કરોડના સુધારા સાથે 536.14 કરોડ મંજૂર કરવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસપિલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું 536.14 કરોડનું બજેટ થયું મંજૂર

સમયપત્રકમાં સુધારો કરી વધુ ફ્રિકવન્સી પૂરી પાડવાનો ઠરાવ

અમદાવાદના મેયર કિરીટ પરમાર દ્વારા બજેટ જાહેર કરતા જણાવ્યું હતું કે, AMTSની પોતાની માલિકીની 50 બસો 15માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી લેવાનું ઠરાવ કરવામાં આવ્યો છે. આ 50 વધારાની બસોને અમદાવાદ શહેરની ફરતે આવેલા સરદાર પટેલ રીંગ રોડ ઉપર જરૂરિયાત મુજબ 2 ભાગમાં સંચાલનમાં મૂકવામાં આવશે. જે ચલાવવા માટે ઘટતી રકમ રાજ્ય સરકાર પાસેથી VGF મેળવી સરભર કરવામાં આવશે. 450 જેટલી નવી બસો મેળવીને હાલના સમયપત્રકમાં સુધારો કરી વધુમાં વધુ ફ્રિકવન્સી પૂરી પાડવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: MJ Library Budget 2022: MJ લાયબ્રેરીનું 17 કરોડ રૂપિયાથી વધુનું બજેટ રજૂ, વેબસાઇટ પર મુકાશે 55,000થી વધુ પુસ્તકો

75 વર્ષથી ચાલે છે AMTS બસ સેવા

અમદાવાદમાં વસતા 75 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનનોને AMTSની બસોમાં મુસાફરી કરવા માટે ફ્રી પાસની સગવડ આપવામાં આવે છે તથા 65 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનોને 50 ટકા ટિકિટમાં રાહત આપવામાં આવે છે, તેમાં સુધારો કરીને 75ના બદલે 65 વર્ષથી ઉપરના તમામ સિનિયર સિટીઝનોને બસમાં ફ્રી પાસનો લાભ આપવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. ઉપરાંત કોરોના કાળ દરમિયાન શાળામાં ભાળતા જે બાળકોના વાલીઓના માતા/ પિતા મૃત્યુ પામેલા હોય તેવા બાળકોને એક વર્ષ માટે ફ્રી પાસ આપવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: SMC budget 2022: સુરત મનપાનું 6970 કરોડનું બજેટ, સામાન્ય વેરામાં કોઈ ફેરફાર નહીં, યુઝર્સ ચાર્જમાં વધારો

જમાલપુર ખાતે આવેલી ઓફિસમાં લાગશે સોલાર પેનલ

જમાલપુર ખાતે આવેલી ઓફિસ બિલ્ડિંગમાં તથા ડેપોમાં સોલાર પેનલ લગાવવા માટે 15માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી 3 કરોડ ફાળવવામાં આવે છે. તેમજ સ્વર્ણિમ જયંતિ મુખયમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મેમનગર ટર્મિનસમાં આર.સી.સી. રોડ બનાવવા માટે 1 કરોડ ફાળવવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.