ETV Bharat / city

કોરોનાના કેસ વધતા અમદાવાદમાં AMTS અને BRTS બસ સેવા બંધ કરાઈ - Total cases of corona in Ahmedabad

કોરોનાના કેસમાં સતત વધારો થતા તંત્ર દ્વારા આવતીકાલે ગુરૂવારથી AMTS અને BRTS બસ સેવા બંધ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ સરકારી તેમજ ખાનગી જીમ, સ્પોર્ટસ ક્લબ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાએ ઉથલો મારતાં AMTS અને BRTS બસ સેવા ગુરૂવારથી અચોક્કસ મુદ્દત માટે બંધ કરાઈ છે.

કોરોનાના કેસ વધતા અમદાવાદમાં AMTS અને BRTS બસ સેવા બંધ કરાઈ

author img

By

Published : Mar 17, 2021, 11:48 PM IST

  • કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો
  • કોરોનાના કેસ વધતા જન બસસેવા બંધ કરાઈ
  • જીમ, સ્પોર્ટ્સ ક્લબ પણ અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ

અમદાવાદઃ શહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે બુધવારે અમદાવાદમાં કોરોનાના નવા કેસની સંખ્યા 270ને પાર થઈ ચૂકી છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલ એટલે કે ગુરુવારે સવારથી જ તમામ AMTS અને BRTS બસો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના એકપણ રૂટ પર AMTS અને BRTS બસ જ્યાં સુધી અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. સાથે જ શહેરના સરકારી જીમ ખાનગી જીમ, સ્પોર્ટ્સ ક્લબ પણ અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.

પ્રેસ નોટ
પ્રેસ નોટ

આ પણ વાંચોઃ કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય, 4 શહેરની જવાબદારી સિનિયર સનદી અધિકારીઓને અપાઈ

શહેરમાં 270થી વધુ કેસ નોંધાયા

એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ બની ગયેલા અમદાવાદમાં ફરી કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે અને તેમાં પણ કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે કેસમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 271 નવા કેસ અને 208 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેર વિસ્તારમાં એક દર્દીના મોત સાથે મૃત્યુઆંક 2,326 પર પહોંચ્યો છે. શહેરમાં 264 અને જિલ્લામાં 7 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 205 અને જિલ્લામાં 3 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 65,363 થયો છે. જ્યારે 61,970 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

પ્રેસ નોટ
પ્રેસ નોટ

અમદાવાદ શહેરમાં 90 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. 60 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતા. ત્યારે 35 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે અને 5 માઇક્રો કન્ટેનમેન્ટ દૂર કરાતા હવે કુલ 90 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.