અમદાવાદઃ શહેરના અમરાઈવાડી પોલીસ સ્ટેશનના PSIના વલણ સામે મેટ્રો કોર્ટે નારાજગી (Amraivadi PSI insults Metro Court) દર્શાવી છે. સુનાવણી દરમિયાન કોર્ટે તેમને સવાલ પૂછ્યો હતો. ત્યારે પોલીસ અધિકારીએ જવાબ આપવાની જગ્યાએ કોર્ટ રૂમ છોડી દીધો હતો, જેને લઈને કોર્ટે નારાજગી (Amraivadi PSI insults Metro Court) દર્શાવી હતી.
આરોપીને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાના કેસ મામલે ચાલી રહી હતી સુનાવણી
આ સમગ્ર મામલે બચાવ પક્ષના વકીલ નીતિન ગાંધીએ જણાવ્યું હતું કે, આરોપીઓને ગેરકાયદેસર રીતે ગોંધી (The case of keeping the accused tied) રાખવા મામલે મેટ્રો કોર્ટમાં બચાવ પક્ષ તરફથી અરજી કરવામાં આવી હતી. અમરાઈવાડી પોલીસ સ્ટેશનના PI અને PSI સામે અરજીમાં આક્ષેપ કર્યો છે કે, અલગ અલગ ગુનામાં આરોપીઓને ગોંધી (The case of keeping the accused tied) રાખ્યા છે, જે અંતર્ગત કોર્ટ અમરાઈવાડી PSI નિરજ બારોટને જવાબ રજૂ કરવા કહ્યું હતું, પરંતુ તેઓ કહ્યા વગર જ કોર્ટ છોડીને જતા (Amraivadi PSI insults Metro Court) રહ્યા હતા. આ મામલે મેટ્રો કોર્ટે પોલીસ કમિશનરને નોટિસ (Metro Court issued Notice to Police Commissioner ) ઈશ્યુ કરી છે અને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.
આ પણ વાંચો- Metro Rail Project Ahmedabad: મેટ્રો રેલ પ્રોજેક્ટ મામલે નાના વેપારીઓની હાલાકીનો મુદ્દો પહોંચ્યો હાઈકોર્ટ
શું છે આખો બનાવ?
2 મહિલાઓએ મેટ્રો કોર્ટમાં અરજી કરી છે. તેમાં મહિલાઓનો આક્ષેપ છે કે, તેના પતિ વિરુદ્ધ અગાઉ જે ગુનો નોંધાયો હતો. તેમાં કોર્ટે તેમના પતિને 22 ફેબ્રુઆરીએ જામીન આપ્યા હતા. તેમ છતાં PSI 24 ફેબ્રુઆરીએ તેમના ઘરે આવ્યા હતા. કોઈ પણ પ્રકારના વોરન્ટ વગર તેમના પતિને લઈ જઈને ખૂબ માર (Police atrocities in Ahmedabad) માર્યો હતો. આ બાબતે બંને મહિલાઓએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનના PSI અને અન્ય 2 પોલીસકર્મી વિરુદ્ધ મેટ્રોપોલિટન કોર્ટમાં અરજી કરી છે.
પોલીસકર્મીઓએ ખોટી રીતે કેસમાં સંડોવ્યા હોવાનો આક્ષેપ
અરજદારનો આક્ષેપ છે કે, તેમના પતિને પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓ મળવાની પરવાનગી આપી નહતી. અન્ય એક અરજદાર મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તેમના પતિને ખોટી રીતે કેસમાં સંડોવી દેવામાં આવ્યા છે અને કોર્ટે જામીન આપ્યા હોવા છતાં પોલીસ દ્વારા અન્ય ગુનામાં ગેરકાયદેસર ધરપકડ કરી પોલીસે તેમના પતિને ગોંધી રાખ્યા છે. આ બંને આરોપીઓએ પોતાની ચાલીમાં એક મકાન પચાવી પાડ્યું છે અને તેની ખોટી પાવર ઓફ એટર્ની કરી વેચી નાખ્યું હતું, જેને લઈને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં (Police atrocities in Ahmedabad) આવી હતી.